જેમ-જેમ સ્માર્ટફોનનો ઉપયોગ વધતો જાય છે એમ ફ્રોડના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. લેટેસ્ટમાં સંચાર મંત્રાલય અનુસાર દૂરસંચાર વિભાગે સ્માર્ટફોન યુઝર્સને કેટલાક ફોન નંબર પરથી આવતા કોલ વિશે ચેતવણી જારી કરી છે.
આ નંબર પરથી કોલ આવે છે અને પછી ધમકી આપવામાં આવે છે. આમ, આ સમયે દરેક લોકોને એલર્ટ રહેવાની જરૂર છે. ટેલીકોમ મિનિસ્ટ્રીનું માનીએ તો આ કોલ્સમાં DoT ના નામ પર યુઝર્સને કોલ કરવામાં આવે છે અને પછી મોબાઇલ નંબર કટ કરવાનું કહેવામાં આવે છે.
યુઝર્સને આપી રહ્યા છે ધમકી
કોલર્સ મોબાઇલ યુઝર્સને એવું કહીને ધમકાવે છે કે એમના નંબરનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યપ્રણાલી એ રીતે છે જે રીતે CBI સાથે સંબંધિત સાયબર ક્રાઇમમાં યુઝર્સને ધમકી આપે છે. જ્યાં અપરાધી પોતે CBI અધિકારી હોવાનો દાવો કરે છે.

ખતરનાક WhatsApp નંબર DoT એ વિદેશી મૂળના મોબાઇલ નંબરથી WhatsApp કોલ વિશે સલાહ આપી છે. આ નંબર જેમ કે +92-xxxxxxxxxx -સરકારી અધિકારીના રૂપમાં કોલ કરીને છેતરપિંડી કરે છે.
દૂરસંચાર મંત્રાલયે મોબાઇલ ઉપયોગકર્તાઓને ચેતવણી આપી છે કે સાયબર અપરાધી આ પ્રકારના કોલ કરીને લોકોને છેતરી રહ્યા છે. આ સાથે વ્યક્તિગત જાણકારી ચોરવાની કોશિશ કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું છે કે DoT આ પ્રકારના કોલ કરવા માટે અધિકૃત નથી. આ સાથે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. આ ટાઇપના કોલ પ્રાપ્ત થવા પર કોઈપણ જાણકારી શેર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
જાણો છેતરપિંડીનો રિપોર્ટ ક્યાં કરશો?
DoT એ નાગરિકોને સંચાર સાથી પોર્ટલની “આઈ રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન્સ” સુવિધા પર આ ટાઇપના છેતરપિંડી રિપોર્ટ કરવાની સલાહ આપી છે. આમ, વાત કરવામાં આવે તો દિવસેને દિવસે ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ માટે દરેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તમારો પિન નંબર તેમજ ખાનગી માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આમ કરવાથી તમે ફ્રોડનો શિકાર બની શકો છો. આ સાથે મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ શકે છે.