ઘણીવાર એવું જોવા મળે છે કે કાર કે બાઈક રાઇડર પાસે વાહન સંબંધિત બધા જ ડોક્યુમેન્ટ્સ હોય છે, તેમ છતાં તેમને ટ્રાફિક ચલણ આપવામાં આવે છે. આના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખીને તમને આજે જણાવીએ કે ખોટા ટ્રાફિક ચલણ વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે નોંધાવવી?
ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી
રસ્તા પર કાર કે બાઇક ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો ટ્રાફિકના નિયમો તોડો, તો ચલણ કાપવામાં આવી શકે છે. રસ્તા પર કાર કે બાઇક ચલાવવા માટેના નિયમોનો ઉદ્દેશ્ય માર્ગ પરિવહનને સલામત અને અનુકૂળ બનાવવાનો છે.

ખોટા ટ્રાફિક ચલણ સામે કરો ફરિયાદ
ણીવાર એવું જોવા મળે છે કે વાહન ચલાવતી વખતે વ્યક્તિ પાસે બધા જ જરૂરી દસ્તાવેજો હોય છે, આમ છતાં પણ ઘણી વખત ટ્રાફિક પોલીસ દ્વારા ખોટું ચલણ જારી કરવામાં આવે છે. આ સ્થિતિમાં, ચિંતા કરવાની જરૂર નથી કે ચલણ ભરવાની પણ જરૂર નથી. અહીં જાણી લો કે ખોટા ટ્રાફિક ચલણ સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવી શકાય છે.
ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ eChallan.parivahan.gov.in પર જાઓ. અહીં દેખાતા ‘Complaint’ ટેબ પર ક્લિક કરો. પછી નામ, ફોન નંબર, ટ્રાફિક ચલણ નંબર અને અન્ય વિગતો આપવાની રહેશે.
આ પછી ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી ઇ-ચલણમાં જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે સિલેક્ટ કરો. એકવાર બધી વિગતો ભરી લો, એ પછી ફરિયાદ સબમિટ કરવા ‘Submit’ ટેબ પર ક્લિક કરો.
ફોન અને મેઇલ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા
ખોટા ટ્રાફિક ચલણ સામે ફરિયાદ નોંધાવવામાં માટે પુરાવા એટેચ કરીને helpdesk-echallan@gov.in પર ઇ-મેઇલ મોકલી દો. આ સિવાય સવારે 6:00 થી બપોરે 12:00 વાગ્યાની વચ્ચે +91-120-4925505 પર કૉલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
આ રીતે પણ કરી શકાય ફરિયાદ
ખોટી રીતે ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યું હોય, તો તેની ફરિયાદ કોર્ટમાં પણ કરી શકાય છે. કોર્ટમાં કેસ રજૂ કરીને, ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલ ખોટું ચલણ રદ કરાવી શકાય છે. રાજ્ય ટ્રાફિક પોલીસના મેઇલ આઈડી પર મેઇલ કરીને પણ ખોટા ટ્રાફિક ચલણની ફરિયાદ કરી શકો છો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અહીં પણ નોંધાવી શકાય છે ફરિયાદ
ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ નંબર પર ફોન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે. ખોટા ટ્રાફિક ચલણની ફરિયાદ ટ્રાફિક કમિશનર, એસપી ટ્રાફિક અથવા સંબંધિત અધિકારીને પણ કરી શકાય છે.