અત્યારની જીવનશૈલીના કારણે આપણી ખાવાની આદતોમાં ઘણા ફેરફારો આવ્યા છે. હાલમાં લોકો પાસે દર વખતે તાજો ખોરાક બનાવવાનો સમય નથી હોતો. એમાં પણ મુસાફરી કરતી વખતે ખાસ, આપણે પેક્ડ ફૂડ ખાઈએ છીએ, જેમાં બટાકાની ચિપ્સનો પણ સમાવેશ થાય છે.
આ ચિપ્સ બાળકોમાં ખૂબ ફેમસ છે. ઘણી વાર બાળકો તેના માટે જીદ પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચિપ્સ આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. ચાલો આજે ચિપ્સ ખાવાની આડઅસરો વિશે જાણીએ.

સ્વાસ્થ્ય માટે ખતરનાક
પેકેજ્ડ ચિપ્સમાં ઓઇલ, મીઠું અને પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ વધુ માત્રામાં હોય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને યુવાનો અને બાળકો માટે, આ પેકેજ્ડ ચિપ્સ ઘણી બધી કેલરીનો સ્ત્રોત, જેમ કે ચરબી અને સોડિયમ બની શકે છે. જે વજનમાં વધારો, હાઈ બ્લડ પ્રેશર અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
પામ તેલની હાજરી
ચિપ્સના કેટલાક પેકેટ પર સ્પષ્ટપણે લખેલું હોય છે કે તેમાં પામ તેલ વપરાયું છે. આ તેલ સસ્તું હોય છે, જેના કારણે તમને 10 થી 20 રૂપિયાની ઓછી કિંમતે ચિપ્સ મળે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. તે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે. આથી ચિપ્સ ખરીદતી વખતે તેના ઈંગ્રિડિએન્ટ્સ જરૂરથી વાંચો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ન્યૂટ્રિએન્ટ્સની ઉણપ
પેક્ડ ચિપ્સમાં અનેકવાર જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે, જે બાળકો અને પુખ્ત વયના લોકોમાં કુપોષણનું કારણ બની શકે છે. એનાથી પેટ ભરાઈ જાય છે, પરંતુ પોષક તત્વોની ઉણપ પણ રહે છે. આથી સ્વસ્થ જીવન જીવવા માટે ચિપ્સને બદલે તાજા ફળો અને શાકભાજી ખાઓ તે સ્વાસ્થ્ય માટે વધુ સારું રહે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










