જો તમારો મોબાઈલ ગુમ થઈ જાય, તો સૌ પ્રથમ કરજો આ કામ, તમારો મોબાઈલ કોઈ જ યુઝ નહીં કરી શકે…

WhatsApp Group Join Now

આજના સમયમાં મોબાઇલ ફોન એ જીવનનો એક ખુબજ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના વિના એક ક્ષણ પણ પસાર કરવી મુશ્કેલ થઈ જાય છે.

ફોન હોવાથી પોતાના પ્રિયજનો નજીક હોય એવી લાગણી થાય છે. જ્યારે ઇચ્છો ત્યારે વાત કરી શકો, ચહેરો જોઈ શકો. ઉપરાંત ફોનમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ હોય છે જેમ કે બેંકિંગ ડિટેઈલ્સ અને વ્યક્તિગત જાણકારી.

જ્યારે કોઈનો ફોન ખોવાઈ જાય છે ત્યારે સૌથી મોટો ભય એ હોય છે કે આ માહિતી કોઈ ખોટા હાથમાં ના જતી રહે. નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. તેથી ફોનની ખુબ કાળજી રાખવી જરૂરી છે. પણ જો તમારો ફોન ખોવાઈ જાય, તો સૌથી પહેલા શું કરવું જોઈએ એ જાણો.

સૌથી પહેલાં તમારા સિમને બ્લોક કરાવો

જો તમારો ફોન ખોવાઈ જાય છે અથવા ક્યાંક પડી જાય છે, તો વિચારપૂર્વક અને ઝડપથી પગલાં લેવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તમારું સિમ કાર્ડ બ્લોક કરાવવું જોઈએ. કારણ કે જો તમે તમારું સિમ બ્લોક નહીં કરાવો, તો તમારાં ફોન નંબરનો ખોટો ઉપયોગ થઈ શકે છે. તમારાં આધાર કાર્ડથી ખોટા કામ થઈ શકે છે અને તમારા બેંક ખાતામાં પણ ફ્રોડ થઈ શકે છે.

પોલીસમાં ફરિયાદ નોંધાવવી

તેના પછી તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. તમે લેખિતમાં ફરિયાદ આપી શકો છો. ફરિયાદ નોંધાવ્યા પછી રિસીપ્ટ લેવી ભૂલશો નહીં. તેના આધારે પોલીસ તમારો ફોન ટ્રેસ કરવા માટે ટ્રેકિંગ પર મૂકે છે, અને આ રીતે તમારો ફોન પાછું મળવાની શક્યતા વધે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

CEIR પોર્ટલનો ઉપયોગ કરો

સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર એટલે કે CEIR પોર્ટલ પણ ખૂબ ઉપયોગી છે. CEIR પોર્ટલની વેબસાઇટ છે: https://www.ceir.gov.in અહીં પોલીસ ફરિયાદની નકલ અપલોડ કરવી પડે છે. ત્યારબાદ તમે તમારાં ફોનનો IMEI નંબર બ્લોક કરી શકો છો. જેથી તમારો ફોન કોઈ પણ વાપરી ન શકે.

આ રીતે બનાવો તમારો પાસપોર્ટ, બસ આ પ્રોસેસને ફૉલો કરો, ઘરે બેઠાં આવી જશે

મોબાઇલ ખોવાઈ જાય ત્યારે તાત્કાલિક પગલાં લેવા ખૂબ જરૂરી છે. ઉપરોક્ત પગલાં લીધા પછી તમારો ડેટા અને પર્સનલ જાણકારી સુરક્ષિત રહે છે અને ફોન પાછો મળવાની શક્યતા પણ વધે છે.

WhatsApp Group Join Now

Leave a Comment