સવારે પેટ બરાબર સાફ ન થતું હોય તો આ કામ કરો, શરીરની બધી ગંદકી બહાર નીકળી જશે…

WhatsApp Group Join Now

આજના ભાગદોડભર્યા જીવનમાં ખાવાની આદતો, તળેલો ખોરાક, ફાસ્ટ ફૂડ અને અનિયમિત દિનચર્યાને કારણે, ઘણા લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે, જેમાં સૌથી સામાન્ય છે કબજિયાત. કબજિયાત આગાળ ચાલીને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

કબજિયાતમાં ન તો કંઈ ખાવાનું મન થાય છે અને ન તો ફ્રી અનુભવાય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેને સવારે ફ્રેશ થવા માટે અડધો કલાક બાથરૂમમાં બેસી રહેવું પડે છે, તો કેટલાક એવા ઉપાયો વિશે આજે જાણીએ કે જેનાથી કબજિયાતથી છુટકારો મળી શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

પુષ્કળ પાણી પીવો

પાણી શરીર માટે અમૃત સમાન હોય છે. શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત, શરીરમાંથી બધી ગંદકી દૂર કરવામાં પણ મદદ કરે છે, તેથી દરરોજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણી મળને નરમ બનાવવામાં પણ મદદ કરે છે. ડોક્ટરો એમ પણ કહે છે કે સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ.

કસરત કરો

કસરત ફક્ત શરીરને સ્વસ્થ નથી રાખતી પણ સાથે જ મેટાબોલિઝ્મને પણ ઝડપી બનાવે છે. મેટાબોલિઝ્મ તેજ થવાથી શરીર વધુ કેલરી બર્ન છે.

આ ઉપરાંત, કસરત પાચનતંત્રને ફિટ રાખવામાં પણ મદદ કરે છે કારણ કે તેનાથી પાચનતંત્ર ઉત્તેજિત થાય છે. તેથી, વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ.

ફાઇબરથી ભરપૂર ખોરાક ખાઓ

કબજિયાત હોય તો આહારમાં ફાઇબરનું પ્રમાણ વધારવું જોઈએ કારણ કે ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે.

ફાઇબર પાચનતંત્રને મળને નરમ બનાવવામાં અને તેને સરળતાથી પસાર કરવામાં મદદ કરે છે. ફાઇબર માટે, રોજિંદા આહારમાં ફળો, શાકભાજી, બીજ અને આખા અનાજ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment