જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર આપણને આપણી બીમારીને ધ્યાનમાં રાખીને દવાઓ આપે છે. ડોક્ટર આપણને એટલે કે દર્દીઓને દર વખતે એક જ પ્રકારની દવા આપતા નથી, પરંતુ તે બીમારીને ધ્યાનમાં રાખીને દવા આપે છે.
ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ વિવિધ સ્વરૂપોમાં હોય છે. જેમ કે, ગોળી, કેપ્સ્યૂસ, પ્રવાહી સિરપ, ઇન્જેક્શન અથવા ઇન્હેલર જેવા વિવિધ વિકલ્પોનો સમાવેશ થાય છે.
દવાઓનાં સ્વરૂપ
સાવ નાનાં બાળકોને પ્રવાહી સ્વરૂપમાં દવા આપવામાં આવે છે. બાળકો થોડાં મોટાં થાય પછી ગોળી અને કેપ્સ્યૂલ્સ સ્વરૂપે દવા અપાય છે. ગોળી અને કેપ્સ્યૂલ્સનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.

જ્યારે દવાને તાત્કાલિક રીતે શરીરમાં પહોંચાડવાની જરૂર હોય ત્યારે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઇન્જેક્શન પછી કોઇ પણ દર્દીને આપવામાં આવે છે.
ઇન્જેક્શન એ સૌથી અસરકારક પદ્ધતિ છે. એ સીધા લોહીના પ્રવાહમાં, સ્નાયુમાં, ત્વચાની નીચે આપવામાં આવે છે. ઇન્જેક્શન ક્યારેક હાથમાં તો ક્યારેક થાપામાં કેમ આપવામાં આવે છે એ ક્યારેય વિચાર્યું છે?
ઇન્જેક્શનના પ્રકાર
નિષ્ણાતો મુજબ ઇન્જેક્શનના અનેક પ્રકાર છે. જેમ કે, ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ અને ઇન્ટ્રાડર્મલ. તેમાં હાજર અલગ અલગ દવાઓના કારણે ઇન્જેક્શન ક્યાં આપવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે.
જો આપણે ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન વિશે વાત કરીએ, તો તે હાથમાં લાગુ થાય છે. આ ઇન્જેક્શન દ્વારા દવા સીધી નસમાં પહોંચાડવામાં આવે છે. જ્યારે દવા નસ સુધી પહોંચે છે, ત્યારે દવા સીધી લોહીમાં જાય છે.
ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન વિશે વાત કરીએ તો આ ઇન્જેક્શન સ્નાયુઓમાં લગાવવામાં આવે છે. કેટલીક દવાઓ છે, જે સ્નાયુઓ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે. જેના માટે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન લગાવાય છે. એમાં એન્ટિબાયોટિક્સ અને સ્ટીરોઇડ્સના ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. આ ઇન્જેક્શન જાંઘ ઉપર અથવા થાપાના ભાગમાં આપવામાં આવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ઇન્જેક્શનની બીજી એક શ્રેણી સબક્યુટેનિયસ ઇન્જેક્શનની છે. ઇન્સ્યુલિન અને દવાઓ જે લોહીને પાતળું કરે છે તે આ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. આ પ્રકારના ઇન્જેક્શન ત્વચાની નીચે અને સ્નાયુ પેશીના ઉપરના ભાગમાં લગાવવામાં આવે છે. બંને ઇન્જેક્શનની સરખામણીમાં સબક્યુટેનિયસના ઇન્જેક્શનમાં ઓછો દુખાવો થાય છે.
ઇન્જેક્શનમાં જે ઇન્ટરડર્મલ શ્રેણી છે તે ત્વચાની નીચે જ લાગુ પડે છે. તેથી કાંડાની નજીકના વિસ્તારમાં ઇન્ટરડર્મલ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ ટ્યુબસ્ક્યુલોસિસ અને એલર્જીની તપાસ માટે થાય છે. આમ, ડોક્ટરની કે આપણી ઇચ્છા મુજબ ઇન્જેક્શન ક્યાં આપવું એ નક્કી કરવામાં આવતું નથી, એ રોગ અને દવા પરથી નક્કી થાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.