જીવનનો કોઈ ભરોષો નથી આથી લોકો વીમો લઈને રાખતા હોય છે. પરંતુ જે લોકો સાવ ગરીબ છે તેમના માટે કેન્દ્ર સરકાર એક વીમાની યોજના ચલાવે છે. જેમાં દર વર્ષે માત્ર 20 રૂપિયા ભરીને 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ વીમો મળે છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. જો વીમો લેનારને કંઈ થઈ જાય તો તમે આ પોલિસી દ્વારા 2 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો.

અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને 2 લાખ રૂપિયા મળશે. એટલું જ નહીં જો કોઈ અકસ્માતને કારણે અપંગતા આવે તો પણ આ પોલિસી દ્વારા ક્લેમ કરી શકાય છે. આ પોલિસી શું છે, તેના ફાયદા શું છે અને તેના માટે કેવી રીતે અરજી કરવી? તે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.
શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના?
કેન્દ્ર સરકારે દેશના આર્થિક રીતે નબળા વર્ગને કોઈપણ પ્રકારના અકસ્માતની સ્થિતિમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. જે એક અકસ્માત વીમા યોજના છે, તે ખૂબ જ ઓછા પ્રીમિયમ પર અકસ્માત વીમો આપે કરે છે.
આ યોજના 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં તમારે વાર્ષિક માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર મળે છે. આ રકમ દર વર્ષે તમારા આધાર લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી કાપવામાં આવે છે. જો વીમાધારક વ્યક્તિ અકસ્માતમાં અપંગ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય તો પરિવારને આ પૈસા મળે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો ઉદ્દેશ્ય
આર્થિક રીતે નબળા વર્ગોને વીમા કવચ પૂરું પાડવું અને સમાજના તમામ વર્ગોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે.
આ વીમા યોજનાની વિશેષતાઓ
- 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું મેડિકલ કવર
- દર વર્ષે 1 થી 31 મે દરમિયાન ખાતામાંથી વીમા રકમ કાપવામાં આવે છે.
- 18 થી 70 વર્ષની ઉંમર સુધીના અકસ્માતના કિસ્સામાં વીમા કવર ઉપલબ્ધ છે.
- વીમા કવરમાં અપંગતાનો પણ સમાવેશ થાય છે
- પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં પરિવારને 2 લાખ રૂપિયા મળે છે.
PMSBY હેઠળ ક્યારે અને કેટલા પૈસા મળશે?
મૃત્યુ થવા પર 2 લાખ રૂપિયા. બંને આંખો અથવા બંને હાથ અથવા પગ ગુમાવવા, એક આંખ અને એક હાથ અથવા પગ ગુમાવવા માટે 2 લાખ રૂપિયા. એક આંખ, એક હાથ કે પગ ગુમાવવા પર 1 લાખ રૂપિયા મળશે.
યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ અને વીમા પ્રીમિયમ કપાત માટે ઓટો ડેબિટ માટે સંમતિની જરૂર પડશે.
વીમા યોજના માટે પાત્રતા
- કોઈપણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે
- એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોવું જોઈએ
- ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- 70 વર્ષ બાદ તમને સુરક્ષા વીમા યોજનાનો લાભ નહીં મળે
- અરજદારે ઓટો-ડેબિટ માટે સંમતિ આપવી પડશે
કેવી રીતે કરવી અરજી?
- તમે નેટબેંકિંગ દ્વારા PMSBY યોજના માટે અરજી કરી શકો છો.
- ઑફલાઇન ફોર્મ ભરવા માટે તમારે તમારી બેંકની નજીકની બ્રાન્ચની મુલાકાત લેવી પડશે.
- તમે ત્યાંથી અરજી ફોર્મ મેળવી શકો છો અથવા તમે ઓનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો.
- અરજી ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરો, નોમિનીનું નામ યોગ્ય રીતે ભરો.
- અરજી ફોર્મ સાથે બધા જરૂરી દસ્તાવેજો બેંકમાં સબમિટ કરો.
- ફોર્મ ભર્યા બાદ તમને બેંક તરફથી એક Acknowledgment સ્લિપ મળશે.
યોજનાનો હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સંબંધિત ફરિયાદો માટેનો રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 1800-180-1111/1800-110-001 છે. તમારા રાજ્યનો હેલ્પલાઇન નંબર અલગ હોઈ શકે છે.
શું યોજનાને અધવચ્ચે છોડી શકાય?
જો તમે આ યોજનામાંથી બહાર નીકળવા માંગતા હોસી તો તમારે બેંકને લેખિતમાં તે લખીને આપવું પડશે. તમારે આ કામ ફક્ત 1 મે થી 31 મે ની વચ્ચે જ કરવાનું રહેશે કારણ કે 1 જૂન ના રોજ પોલિસી રિન્યુ કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
રિન્યૂ કેવી રીતે થશે?
PMSBY પોલિસી રિન્યૂ કરવા માટે તમારે માત્ર હપ્તાના પૈસા તમારા એકાઉન્ટમાં રાખવાના છે. આ પોલિસી 1 જૂનના રોજ આપમેળે રિન્યૂ થઈ જશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાંથી પૈસા કેવી રીતે મળશે?
જો પોલિસીધારક સાથે કોઈ અકસ્માત થાય તો તમે જે બેંકમાંથી વીમા પોલિસી લીધી છે ત્યાંથી ક્લેમ ફોર્મ મેળવી શકો છો અને તેને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરી શકો છો. જો કોઈ અપંગતા હોય, તો ક્લેમના પૈસા પોલિસીધારકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય તો ક્લેમની રકમ નોમિનીને આપવામાં આવશે.
પોલિસીધારક આત્મહત્યા કરે તો પૈસા મળે?
આ સવાલનો જવાબ છે ના, આ પોલિસી ફક્ત અચાનક થયેલા અકસ્માતને કારણે થયેલા નુકસાનને જ કવર કરે છે. આત્મહત્યાના કિસ્સામાં કોઈ ક્લેમ આપવામાં આવશે નહીં.