શું તમારા શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યાં છે? તો ડેગ્યું જ નહીં, પરંતુ આ કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે…

WhatsApp Group Join Now

આપણી નસોમાં રહેલા પ્લેટલેટ્સ ખૂબ જ મહત્વના હોય છે. પ્લેટલેટ્સ નાના સેલના ટુકડા હોય છે જે લોહીમાં જામવા અને લોહી વહેવાને રોકે છે. જ્યારે પ્લેટલેટ્સના કાઉન્ટ ઘટી જાય ત્યારે શરીરમાં ઈજા થયા બાદ રક્તસ્ત્રાવ બંધ થતો નથી.

શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થવી જીવલેણ પણ બની શકે છે. જ્યારે શરીરમાં પ્લેટલેટ્સની ઉણપ હોય ત્યારે મોટાભાગના લોકો વિચારે છે કે આ ડેન્ગ્યુનું લક્ષણ છે જે સાચું પણ છે.

જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે દર વખતે પ્લેટલેટ્સ કાઉન્ટમાં ઘટાડો એ ડેન્ગ્યુનું લક્ષણ નહીં પણ કેન્સર જેવા ગંભીર રોગનું લક્ષણ પણ હોઈ શકે છે.

બ્લડ કેન્સર

એક્સપર્ટ અનુસાર, બ્લડ કેન્સરની શરૂઆતમાં શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા લાગે છે. પ્લેટલેટ્સની ઉણપને કારણે શરીરમાં ખૂબ રક્તસ્ત્રાવ થાય છે. જેના કારણે ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાય છે. આ ઉપરાંત ઉઝરડા પણ બ્લડ કેન્સરનું લક્ષણ હોય છે. આ દરમિયાન શરીરના કોઈપણ ભાગમાંથી જેમ કે નાક વગેરેમાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે.

બ્લડ કેન્સરના લક્ષણો

બ્લડ કેન્સરના શરૂઆતના તબક્કામાં ચેપ અને તાવ આવે છે. દવા લીધા બાદ પણ આ તાવ અને ઇન્ફેક્શન મટતો નથી. આ સ્થિતિમાં ઇન્ફેક્શન અને તાવને અવોઈડ કરવો જોઈએ નહીં.

પરસેવો આવવો

રાત્રે પરસેવો થવો એ સામાન્ય બાબત નથી હોતી. તે કોઈ ગંભીર બીમારીની નિશાની હોય છે. કેન્સરના રોગમાં વ્યક્તિને રાત્રે ખૂબ પરસેવો થાય છે કારણ કે કેન્સરના કોષો શરીરમાં સાયટોકાઇનનું લેવલ વધારે છે. જેના કારણે રાત્રે પરસેવો આવે છે. સાથે જ વજન પણ ઝડપથી ઘટવા લાગે છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું હોય અને તમને રાત્રે ખૂબ પરસેવો થાય તો આ બાબતને અવોઈડ ન કરવી જોઈએ.

ગાંઠ અને સોજો

શરીરના વિવિધ ભાગો જેમ કે ગરદન, બગલ અથવા ગ્રોઈનના હિસ્સામાં ગાંઠ અને સોજો પણ બ્લડ કેન્સરના લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં તેને અવોઈડ કરવી નહીં પરંતુ ડૉક્ટર પાસે જવું જોઈએ.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શ્વાસ ચઢવો

બ્લડ કેન્સરમાં શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા પણ થઈ શકે છે. બ્લડ કેન્સરમાં શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઓછી થવા લાગે છે જેના કારણે શરીરમાં ઓક્સિજનની ઉણપ ઊભી થાય છે. ઓક્સિજનની ઉણપથી શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થાય છે. આ સિવાય ત્વચાનો પીળો રંગ પણ બ્લડ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

કેન્સરની સારવાર

કેન્સરની સારવાર શક્ય છે. જો કેન્સરનું નિદાન પ્રથમ તબક્કામાં જ થઈ જાય તો આ જીવલેણ બીમારીને અટકાવી શકાય છે. કેન્સરથી બચવા માટે શરીરમાં દેખાતા આ શરૂઆતના લક્ષણોને બિલકુલ અવોઈડ કરવા જોઈએ નહીં.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment