જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે.
નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ સોમવારે બેન્કોને કહ્યું હતું કે તેઓ એવા જન ધન એકાઉન્ટ્સ માટે નવેસરથી KYC (તમારા ગ્રાહકને જાણો) પ્રક્રિયા અપનાવો જેને અપડેટ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. ઓગસ્ટ, 2014થી ડિસેમ્બર, 2014 વચ્ચે લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા.
હવે આ એકાઉન્ટ્સને 10 વર્ષ પછી KYC કરાવવા પડશે. નાગરાજુએ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાધારકો માટે નવી KYC પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
જન ધન યોજના બેન્ક એકાઉન્ટ્સ અંગેની બેઠકમાં શું થયું?
બેઠક દરમિયાન નાગરાજુએ ફરીથી કેવાયસી કરવા માટે ATM, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો જેવા તમામ માધ્યમોમાં તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું.
તેમણે કહ્યું કે બેન્કોએ પણ અન્ય સમકક્ષ બેન્કો મારફતે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
નાગરાજુએ બેન્કોને વિનંતી કરી કે તે પ્રધાનમંત્રી જન ધન યોજનાના લોન્ચ સમયે જે ઉત્સાહ સાથે કામ કર્યું હતું તે જ ઉત્સાહથી કામ કરે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ફરીથી KYC કવાયત પૂર્ણ કરે છે.
તેમણે બેન્કોને KYCનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી હોય ત્યાં વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.