મેથી દાણાનું પાણી શરીર માટે ફાયદાકારક છે. મેથીમાં સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને મિનરલ્સ જેવા કમ્પાઉન્ડ હોય છે. મેથી ફાઇબરથી પણ ભરપૂર હોય છે.
સવારના સમયે મેથી દાણાનું પાણી જો નિયમિત પીવામાં આવે તો શરીરમાં ઘણા બધા પોઝિટિવ ફેરફાર જોવા મળે છે. જો તમારે આ પ્રયોગ અને લાભ મેળવવા હોય તો ફક્ત 30 દિવસ માટે સવારના સમયે મેથીનું પાણી પીવાનું રાખો.

સવારે મેથીનું પાણી પીવાથી ઘણી બધી હેલ્થ સમસ્યાથી છુટકારો મળવા લાગશે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળી દો. સવારે આ પાણી પી લેવું.
મેથી સ્વાદમાં કડવી અને ગરમ તાસીરની હોય છે. તે શરીરના વાત અને કફ દોષને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે હાર્ટ માટે પણ લાભકારી છે. મેથી વીર્ય વર્ધક પણ ગણાય છે. મેથીનું પાણી પીવાથી ઘણી બધી સમસ્યામાં લાભ થઈ શકે છે.
સવારે મેથીનું પાણી પીવાથી થતા લાભ
બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે
મેથીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. ડાયાબિટીસના દર્દી સવારે મેથીનું પાણી પીવે તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કુદરતી રીતે વધે છે.
હાર્ટ રહેશે હેલ્ધી
પોષક તત્વોથી ભરપૂર મેથીનું પાણી નિયમિત પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. તેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
સ્કિન અને વાળને ફાયદો
મેથીમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે સ્કીન અને વાળને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. મેથીનું પાણી પીવાથી ખીલ અને ડાઘ દૂર થાય છે. તેનાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
ઇમ્યુનિટી બુસ્ટ થશે
નિયમિત સવારે મેથીનું પાણી પીવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. મેથીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ શરીરની ઇમ્યુનિટી વધારે છે. રોજ સવારે મેથીનું પાણી પીવાથી ઉધરસ અને શરદીથી રાહત મળે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
વજન ઘટશે
વજન ઘટાડવામાં પણ મેથીનું પાણી મદદ કરે છે. મેથીનું પાણી સવારે પીવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં સરળતા રહે છે. મેથીનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.
પાચન ક્રિયા સુધરશે
મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. મેથીનું પાણી પીવાથી કબજિયાત, એસિડિટી અને પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.