જો તમારા ઘરમાં આર્થિક તંગી હોય તો ઘરમાં નકારાત્મકતા આવી જાય છે અને ઘરમાં ખુશીઓ આવતી નથી.
ખોટા ખર્ચ
આવા ઘરમાં જો ધન આવે પણ છે તો તે વધારે સમય સુધી ટકતું નથી કે પછી આવેલું ધન ખોટ ખર્ચમાં વેડફાઇ જાય છે.

વાસ્તુ શાસ્ત્ર ઉપાય
જો તમે પણ આવી કોઇ તકલીફમાં હોવ તો વાસ્તુ શાસ્ત્રમાં આપેલ અમુક ઉપાય તમને મદદરૂપ થઈ શકે છે.
વિશેષ મૂર્તિ
વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે જો તમારા ઘરમાં સતત કે ઘણા સમયથી આર્થિક તંગીનું વાતાવરણ હોય તો ઘરના મંદિરમાં બે ખાસ વિશેષ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.
મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગ કરતી વખતના ફૉટૉ શેર કર્યા છે. જેમાં તે સૂર્યપ્રકાશમાં યોગ કરતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.
લક્ષ્મી અને કુબેરની સ્થાપના
વાસ્તુ શાસ્ત્ર અનુસાર આર્થિક તકલીફથી છુટકારો મેળવવા માટે પૂજા ઘર/ મંદિરમાં માં લક્ષ્મી અને કુબેરજીની મૂર્તિની સ્થાપન કરવી જોઈએ.
નિયમિત પૂજા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જ્યારે તમે આ બંને મૂર્તિઓની સ્થાપના કરી દો પછી નિયમિત રીતે તેની પૂજા અર્ચના પણ કરવી જોઈએ.
પૈસાની તંગી
એવું માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયને કોઇ અજમાવી લે છે તો તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આર્થિક રાહત
ધનની દેવી માં લક્ષ્મી અને દેવતા કુબેરજીના આશીર્વાદથી તમામ પ્રકારની આર્થિક તકલીફોથી માણસને રાહત મળી જાય છે.
મંદિરની સફાઈ
બસ એટલું ધ્યાન રાખવું જોઇકે આ મૂર્તિઓની સ્થાપના કરતાં પહેલા પૂજા ઘરની સફાઇ કરી લો. જ્યાં ગંદકી હોય ત્યાં માં લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે – પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.