કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે.
ઘણી વખત પરિવહન માટે સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન અને ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આઈ-પોર્ટલ ખુલ્લું મૂકાયું
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનામાં મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટકમાં તા. ૨૬/૧૧/૨૦૨૪ સવારે ૧૦:૩૦ કલાકેથી તા. ૦૨/૧૨/૨૦૨૪ સુધી દિન-૭ માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
અધિકારીનો પણ કરી શકાશે સંપર્ક
યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં એટલે કે તા. ૦૧/૦૪/૨૦૨૪ બાદ CMVR (Central Motor Vehicles Rules) હેઠળ નોંધણી થયેલ ૬૦૦ કિ.ગ્રા. થી ૧૫૦૦ કિ.ગ્રા. સુધીની ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન પૈકીના વાહન અને ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાસિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાંકીય વર્ષમાં RTO માં ટ્રેક્ટર ટ્રેલરનું રજિસ્ટ્રેશન/પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી સહાય મેળવવા માંગતા ખેડૂતો મિત્રોએ અરજી કરવા વિનંતી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અરજદાર ખેડૂતે પોતાના બેંક ખાતાની વિગતો અને આધાર નંબર ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરતી વખતે દાખલ કરવાનો રહેશે. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક અથવા તાલુકા પંચાયત કચેરીએ ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.