જો તમે પણ પ્રેશર કૂકર પરના જીદ્દી ડાઘથી છુટકારો મેળવવા માટે દરેક પદ્ધતિ અપનાવીને થાકી ગયા છો, તો એકવાર તમે અહીં દર્શાવેલી આ ટિપ્સને પણ અનુસરી શકો છો.
કુકર સાફ કરવાની ટીપ્સ
તમે કેટલાક ઘરેલું અને સસ્તા ઉપાયો અપનાવીને તમારા કૂકરને ફરીથી ચમકતું બનાવી શકો છો. ચાલો જાણીએ તે સરળ ટિપ્સ જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

બેકિંગ સોડા અને લીંબુનો જાદુ
કુકરના બળી ગયેલા ભાગ પર બેકિંગ સોડા છાંટો. તેના પર અડધું લીંબુ ઘસો અથવા તેનો રસ નાખો. તેને થોડીવાર રહેવા દો અને પછી સ્ક્રબરથી ઘસો. કુકર એકદમ સ્વચ્છ અને ચમકદાર બની જશે.
ડીશ વોશિંગ લીક્વીડ અને ગરમ પાણીનો ઘોળ
કુકરમાં ગરમ પાણી નાખો અને અમુક ટીપાં ડીશ લીક્વીડ મિક્સ કરો. આને 10-15 મિનીટ માટે છોડી મુકો. પછી નોર્મલ સ્કબ્રરથી ધોઈ લો.
મીઠું અને બટાકાનો ઉપાય
બટાકાનો સ્ટાર્ચ અને મીઠું એકસાથે જીદ્દી ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. અડધો કાપેલુ બટાકું લો અને તેના પર મીઠું લગાવો. તેને કુકરના કાળા ભાગ પર ઘસો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો.
સરકો અને પાણીનું મિશ્રણ
કૂકરમાં અડધો કપ વિનેગર અને એક કપ પાણી નાખો. તેને થોડીવાર ઉકાળો. ઠંડુ થાય ત્યારે તેને સ્ક્રબરથી સાફ કરો. આ પદ્ધતિ સફાઈ કરવામાં તેમજ ગંધ દૂર કરવામાં મદદ કરશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ વાતો ધ્યાનમાં રાખો
કુકર સાફ કરતી વખતે હંમેશા સીટી અને રબર કાઢી નાખો, નહીં તો તેમાં ખોરાક ફસાઈ જશે. કૂકરનો ઉપયોગ કરતા પહેલા અને તેને ધોતા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો. આનાથી ડાઘ જામતા અટકશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










