શું તમારી કિડની પણ ખરાબ થઈ રહી છે! આ 6 લક્ષણો પરથી જાણો તમારી કિડની ખરાબ છે કે નહીં?

WhatsApp Group Join Now

ડોક્ટર અનુસાર કિડની (kidney) ખરાબ થયા પહેલા શરીર આ 6 સંકેત આપે છે. જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર સમસ્યાથી પણ બચી શકો છો. કિડની શરીરનું અગત્યનું અંગ છે, જે લોહીને શુદ્ધ કરીને ઝેરી તત્વો બહાર કાઢે છે.

જયારે કિડની યોગ્ય રીતે કામ ન કરી શકે ત્યારે, શરીરમાં ઝેરી તત્વો જમા થવાના શરુ થાય છે. જેનાથી શરીરમાં ગંભીર સમસ્યા શરુ થાય છે. ઘણીવાર લોકો તેના લક્ષણને સામાન્ય સમજી નજરઅંદાજ કરે છે, જેમાંથી ભવિષ્યમાં તેમને વધારે પીડાગ્રસ્ત થવું પડે છે.

જાણો કિડની ખરાબ થવાનાં લક્ષણો

થોડા થોડા સમયે પેશાબ કરવા જવું અથવા લાંબા સમયે જવું

જો તમને થોડા થોડા સમયે પેશાબ કરવા જવાની સમસ્યા છે અથવા તેનાથી વિપરિત અવસ્થા છે કે જેમાં કલાકો સુધી પેશાબ કરવા નથી જવું પડતું તો તમને કિડની સંબંધિત સમસ્યા હોઈ શકે છે જેથી તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

શરીર અને ચહેરા પર સોજો રહેવો

કિડની શરીરમાંથી વધારે પડતું પ્રવાહી બહાર કાઢવાનું કામ કરે છે. જયારે કિડની યોગ્ય રીતે કામ ન કરે તો ચહેરા, હાથ-પગ પર સોજા આવાનું શરૂ થાય છે અને જો બીજા કોઈ કારણથી સોજાની સમસ્યા થતી હોય તો અચૂકપણે ડોક્ટરને જાણ કરવી જોઈએ.

થાક અને અશક્તિ

કિડની ફેલ્યોરની સ્થિતિમાં લોહી અને ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે, જેનાથી શરીરમાં અશક્તિ અને થાકની અનુભૂતિ થાય છે. જો કોઈ કામ કર્યા વગર જ તમને થાક લાગતો હોય, તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરવી.

ભૂખ ન લાગવી

કિડની ખરાબ થવાથી શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે અને તેનાથી પાચનક્રિયા પર અસર થાય છે. જેથી દર્દીને ભૂખ નથી લગતી જેના કારણે ચક્કર આવા કે ઉલ્ટી થવાની સમસ્યા થઇ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
હાઈ બ્લ્ડ પ્રેશર

કિડની ખરાબ થાય તેનો સૌથી મોટો સંકેત છે અચાનક બ્લ્ડ પ્રેશરનું વધી જવું. કિડની બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે, પરંતુ જયારે તે યોગ્ય રીતે કામ ન કરી શકે ત્યારે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

ત્વચા પર ખંજવાળ આવવી અને સૂકી દેખાવી

જો તમારી કિડની અચાનક ખૂબ સુકી થાય અથવા તો વારંવાર ખંજવાળ આવતી હોય તો, આ કિડનીથી સંબંધિત સમસ્યા હોઈ શકે છે. કિડની શરીરમાં ખનીજ તત્વો અને પોષક તત્વોનું સંતુલન રાખે છે, પરતું જયારે તે ખરાબ થાય ત્યારે કામ કરવાનું બંધ કરે છે જેની અસર ચહેરા પર જોવા મળે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment