આયુર્વેદ અનુસાર શરીરમાં ત્રણ મુખ્ય દોષ હોય છે: વાત, પિત્ત અને કફ. જેમાંથી પિત્તદોષ અગ્નિ અને જળ તત્ત્વથી બને છે. તે શરીરમાં પાચન, તાપમાન નિયંત્રણ, બુદ્ધિ, તીક્ષ્ણતા, ક્રોધ, ઉત્સાહ અને ભૂખ જેવી ક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પિત્તદોષ વધવાનાં મુખ્ય કારણો
- વધારે પ્રમાણમાં તીખું, તળેલું, ખાટું કે મસાલેદાર ખાવું.
- વધારે ગરમ હવામાનમાં રહેવું.
- ભૂખ્યા રહેવું કે અનિયમિત ખાવાનું ખાવું.
- વધુ તણાવ, ક્રોધ તથા દુ:ખદ લાગણીઓના કારણે.
- ઊંઘમાં અનિયમિતતા અથવા બિલકુલ ઊંઘ ન આવવી.

પિત્તદોષનાં લક્ષણો
- પેટમાં ગરબડ, એસિડિટી, ગેસ.
- પેટમાં દુખાવો, ભૂખનો અભાવ.
- શરીરમાં ગરમી વધવી, વધુ ક્રોધ આવવો, ચિંતા થવી.
- આંખોમાં લાલાશ કે દુખાવો થવો.
- પિત્તાશયની પથરીનાં લક્ષણો દેખાવાં.
પિત્તદોષની સારવાર અને ઘરેલુ ઉપાય
1. ખોરાકમાં સુધારો :
તીખા, ખાટા, તળેલા અને ગરમ ખોરાક ટાળવા જોઈએ. ઘરનું તાજું શાકાહારી ભોજન લેવું જોઈએ. શરીરને ઠંડક આપતા ખોરાક જેમ કે, નારિયેર પાણી, દૂધ, તડબૂચ, સૂકી ખજૂર, લીંબુપાણી વગેરે જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
2. જીવનશેલીમાં સુધારો :
રોજ સવારે સમયસર ઊઠવું અને ઊગતા સૂર્યને નમસ્કાર કરવા. યોગાસન જેવા કે શીતલી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, ધ્યાન અને પ્રાણાયામ કરવા જોઈએ, જે આપણો તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. શરીરે કોકોનટ તેલથી મસાજ કરવું તથા પૂરતી ઊંઘ લેવી ફાયદાકારક સાબિત થાય છે.
3. આયુર્વેદિક દવા :
પિત્તદોષને નિવારવા માટે કેટલીક આયુર્વેદિક દવાઓ ફાયદાકારક નીવડી શકે છે. જેમ કે, અવિપત્તિકર ચૂર્ણ, કમદુશા રસ, અશોક ઘનવટી, શીતોપલાદી ચૂર્ણ તથા ત્રિફળા પાઉડર. આ દવાઓ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
પિત્તદોષ માટે શું ખાવું અને શું ટાળવું?
પિત્તદોષ ધરાવતા લોકોએ ઠંડાં દ્રવ્યોનું સેવન કરવું જોઈએ તથા ખાટા અને તીખા ખોરાકનું સેવન ટાળવું જોઈએ. તુલસી તથા એલચીનું સેવન ફાયદાકારક છે જ્યારે બાકીની મસાલેદાર વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તાજાં શાકભાજી ખાવાં જોઈએ તથા ડિહાઈડ્રેટેડ અને ઓઈલી ફૂડનું સેવન ટાળવું જોઈએ. લીંબુપાણી ફાયદાકારક છે, જ્યારે વધારે પ્રમાણમાં ચા-કોફીનું સેવન ટાળવું જોઈએ.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.