આપસી સહમતિથી છૂટાછેડા એટલે કે, મ્યુચલ છૂટાછેડા. કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ 6 મહિનાની રાહ જોવી પડે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ રાહ વધારે જોવી પડશે નહી. જો કોર્ટને લાગે છે કે, લગ્ન આગળ વધારે ટકી શકે તેમ નથી. તો છૂટાછેડા મંજૂર કરી શકાય છે
જ્યારે કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે પરસ્પર સંબંધ ઉકેલવા માટે છ મહિનાનો સમયગાળો (કૂલિંગ પીરિયડ) આપવામાં આવે છે.

જો કોર્ટને લાગે કે તેનો ઉકેલ લાવવો મુશ્કેલ છે તો આ સમયગાળો ટુંકો કરી શકે છે.
જો પતિ અને પત્ની બંને છૂટાછેડાના નિર્ણય પર મક્કમ હોય, તો 6 મહિનાથી 18 મહિનાની અંદર છૂટાછેડા આપી શકાય છે.હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13બી મુજબ, જો પતિ અને પત્ની બંને સંમત થાય, તો તેઓ લગ્નના 1 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી શકે છે.
જો એક પક્ષ છૂટાછેડા ઈચ્છે છે, તો તે લગ્નના 1 વર્ષ બાદ અરજી કરી શકે છે. જો આ મામલો ખુબ ગંભીર છે જેમ કે, ક્રૂરતા, ત્યાગ, માનસિક ત્રાસ, વગેરે. તો કોર્ટ 1 વર્ષ પહેલા છૂટાછેડાની અરજી સ્વીકારી લે છે.આવા કેસમાં 2 થી 5 વર્ષ કે વધુનો સમય લાગી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટુંકમાં જો પતિ પત્ની બંન્ને છુટાછેડા માટે સમંત છે તો 6 થી 8 મહિનામાં છૂટાછેડા મળી શકે છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ છે. તો કોર્ટ આના પર જલ્દી નિર્ણય લઈ શકે છે.
(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)