× Special Offer View Offer

આધાર કાર્ડમાં લિંક જૂનો મોબાઈલ બંધ થઈ ગયો? તો આ રીતે આધાર સાથે લિંક કરો નવો નંબર…

WhatsApp Group Join Now

આજના સમયમાં આધાર કાર્ડ અન્ય તમામ દસ્તાવેજોની તુલનામાં વધુ મહત્વનું બની ગયું છે. કારણ કે, ઓળખ આપવાની જરૂર હોય કે પછી સરકારી અને ખાનગી કામકાજ માટે તેની જરૂરિયાત પડે છે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય, તો તમારા ઘણા કામ અટકી શકે છે.

એટલું જ નહીં, અનેક કામો માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ પર આવેલા OTP ની જરૂર પડે છે. જો આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય, તો OTP વિના તમારા કામ અટકી શકે છે.

તેથી, જો તમે ઈચ્છો તો તમારો નવો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આધાર કાર્ડ સાથે નવો મોબાઇલ નંબર લિંક કરવો?

આધાર સાથે નવો મોબાઇલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયા

સ્ટેપ 1.
  • તમારે સૌપ્રથમ તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે.
  • ત્યાં જઈને તમારે પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય.
  • ત્યારબાદ, નિર્ધારિત દિવસે આધાર સેવા કેન્દ્ર પર જાઓ.
સ્ટેપ 2.
  • આધાર સેવા કેન્દ્ર પર જતાં જ તમારે સુધારણા ફોર્મ મેળવવું પડશે અને તેને ભરવું પડશે.
  • આ ફોર્મમાં તમારું નામ, આધાર નંબર અને અન્ય જરૂરી માહિતી ભરી દેવી.
  • ખાસ ધ્યાન રાખો કે આ ફોર્મમાં તમારો નવો મોબાઇલ નંબર જરૂરથી ઉલ્લેખો, એટલે કે જે નંબર તમે અપડેટ કરાવવા ઈચ્છો છો.
સ્ટેપ 3.
  • ત્યારબાદ તમારે તમારો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
  • જ્યારે અધિકારી તમને બોલાવશે, ત્યારે તમારે ભરેલું ફોર્મ તેઓને આપવું.
  • અહીં તમારો ફોટોગ્રાફ લેવામાં આવશે.
  • ત્યારબાદ તમારાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્ટેપ 4.
  • જો બધું જ બરાબર હોય, તો તમારો નવો મોબાઈલ નંબર સિસ્ટમમાં અપડેટ કરી દેવામાં આવશે.
  • ત્યારબાદ તમને એક સ્લિપ આપવામાં આવશે, જેમાં તમારો રિકવેસ્ટ નંબર હશે.
  • આ નંબર દ્વારા તમે તપાસી શકો છો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયો છે કે નહીં.
  • થોડા દિવસોમાં તમારો નવો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થઈ જશે.

આ રીતે તમે તમારો નવો મોબાઈલ નંબર સરળતાથી આધાર સાથે જોડાવી શકો છો.

WhatsApp Group Join Now

Leave a Comment