દેશની ચાર સરકારી બેંકોએ નિર્ણય લીધો છે કે બચત ખાતામાં બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ નહીં લાગે. આનાથી આ બેંકોના ગ્રાહકોને ઘણો ફાયદો થશે.
આ બેંકોમાં SBI, PNB, કેનેરા બેંક અને બંધન બેંકનો સમાવેશ થાય છે. જો તમારું આમાંથી કોઈપણ બેંકમાં બચત ખાતું છે અને ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ ઓછું છે, તો હવે તમારે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં.

પંજાબ નેશનલ બેંક (PNB) એ એક નિવેદનમાં કહ્યું છે કે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ 1 જુલાઈથી અમલમાં આવ્યો છે. આનાથી ઓછી આવક ધરાવતા પરિવારો, મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થશે.
હવે તેમના ખાતામાં ઓછા બેલેન્સ માટે દંડ ફટકારવામાં આવશે નહીં અને તેઓ બેંકિંગ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકશે.
બંધન બેંકનો નિયમ
બંધન બેંકે પણ તેના ગ્રાહકોને ભેટ આપી છે. આ બેંકે લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડ પણ નાબૂદ કર્યો છે. જો તમારું બંધન બેંકમાં બચત ખાતું છે અને તમે ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી શકતા નથી, તો તમારા પર કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. બંધન બેંકનો આ નિયમ 7 જુલાઈથી લાગુ થયો છે.
આ બેંકો પહેલાથી જ આ કામ કરી ચૂકી છે
SBI એ વર્ષ 2020 થી જ તમામ બચત ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી. જો SBI બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો કોઈ દંડ થતો નથી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તે જ સમયે, કેનેરા બેંકે મે 2025 માં તમામ પ્રકારના બચત ખાતાઓ માટે સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાત પણ નાબૂદ કરી. આમાં નિયમિત બચત ખાતું, પગાર આવતો હોય તે ખાતું અને MRI બચત ખાતું શામેલ છે.