હંમેશા પેરેન્ટ્સને પોતાના બાળકોની ચિંતા થતી હોય છે. કોઈને હાઈટને લઈને ચિંતા હોય તો કોઈને શારીરિક વિકાસને લઈને, આમ કોઈને કોઈ ચિંતા હંમેશા પેરેન્ટ્સને રહેતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બાળકોની હાઈટ એના કોન્ફિડન્સ લેવલ અને પર્સનાલિટી પર મહત્વનો ફાળો ભજવે છે.
હાઈટ એક એવું ફેક્ટર છે જે મોટાભાગે આનુવંશિક કારણો પર નિર્ભર કરે છે, પરંતુ ઘણીવાર ખાવાપીવાની ખોટી આદત બાળકોની હાઈટ પર ઈમ્પેક્ટ કરે છે. ઘણીવાર નાની ઉંમરમાં જ બાળકોની હાઈટ વધવાની સ્ટોપ થઈ જાય છે.

આ વાતને લઈને માતાપિતા હંમેશા ચિંતામાં રહેતા હોય છે. આમ, તમે પણ બાળકોની હાઈટને લઈને ચિંતામાં છો તો આ માહિતી ખાસ તમારા માટે છે. આ જ્યૂસ તમે બાળકોના ડાયટમાં એડ કરો છો તો હાઈટ સારી વધે છે અને સાથે બીજા પણ અનેક ફાયદા થાય છે. આ જ્યૂસ પીવાથી બાળકોનો શારીરિક વિકાસ સારો થાય છે. તો જાણો હાઈટ ગ્રો કરવા માટે શું કરશો?
બાળકોને પીવડાવો આ જ્યૂસ
ગાજરનું જ્યૂસ
ગાજરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર, પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામીન કે, ફોસ્ફરસ જેવા અનેક તત્વો હોય છે. ગાજરનો જ્યૂસ તમે બાળકોને પીવડાવો છો તો હાડકા મજબૂત થાય છે. આ સાથે ગ્રોથ વધવામાં મદદરૂપ બને છે. તમે ઈચ્છો છો તો બાળકોને સલાડ તેમજ શાકના રૂપમાં પણ ગાજર ખવડાવી શકો છો.
જામફળનું જ્યૂસ
બાળકોના શારીરિક વિકાસ માટે જામફળનો જ્યૂસ અનેક રીતે ગુણકારી છે. જામફળનો જ્યૂસ પીવાથી હાઈટ સારી વધે છે. જામફળનો જ્યૂસ મિનિટોમાં તમે ઘરે બનાવી શકો છો. જામફળના જ્યૂસમાં વિટામીન સી, કેલ્શિયમ, આયરન, વિટામીન ડી જેવા અનેક તત્વો હોય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પાલકનું જ્યૂસ
તમારા બાળકની હાઈટ વધતી નથી તો તમે પાલકનો જ્યૂસ પણ પીવડાવી શકો છો. પાલકનો જ્યૂસ પીવાથી શરીરમાં આયરનની ઉણપ પૂરી થાય છે. પાલકનો જ્યૂસ તમે બાળકોને રેગ્યુલર પીવડાવો છો તો હાઈટ સારી વધે છે.
સંતરાનું જ્યૂસ
વધતી ઉંમરની સાથે બાળકોનો ગ્રોથ સારો થાય એવું ઈચ્છો છો તો સંતરાનો જ્યૂસ પીવડાવો. સંતરાના જ્યૂસમાં વિટામીન સી, કેલ્શિયમ, ફાઈબર, આયરન જેવા અનેક ગુણો હોય છે. સંતરાનો જ્યૂસ તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર પીવડાવો છો તો અનેક ઘણા ફાયદા થાય છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.