હવે આધાર કાર્ડની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ આ માહિતી અપડેટ કરવી ફરજિયાત બનશે…

WhatsApp Group Join Now

માર્ગ પરિવહન મંત્રાલય એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે, જેનાં હેઠળ વાહન માલિકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોને તેનું સરનામું, મોબાઇલ ફોન નંબર અને અન્ય વિગતોને આધાર કાર્ડ મુજબ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવશે.

આ પગલાનો હેતુ ગુનેગારને કાબૂમાં રાખવાનો છે જે નિર્ભયથી ફરતાં હોય છે અને દંડ પણ ભરતાં નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મંત્રાલય તેને મોટર વાહન એક્ટમાં સૂચિત સુધારાઓનો એક ભાગ બનાવવાનું વિચારી રહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો, ખાસ કરીને વારંવાર ઉલ્લંઘન કરતાં લોકો પર નજર રાખવા માટે કેટલીક પદ્ધતિઓની જરૂર હોય છે. મોબાઇલ નંબરો બદલવા અને નવાં ડીએલની અરજી કરવી એ દંડ ભરવાથી બચવાનો સૌથી સહેલો રસ્તો છે.”

તાજેતરમાં, યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી વી. ઉમાશંકરે, માર્ગ સલામતી અંગેની એક પરિષદમાં કહ્યું કે, “જારી કરાયેલા રૂ. 12000 કરોડથી વધુના ઇ-ચલાનની ચૂકવણી કરવામાં આવી નથી જેનું મુખ્ય કારણ ડેટાનો અભાવ છે અને જે ડેટા ઉપલબ્ધ હોય છે તે જુનો હોય છે જેથી ઈ ચાલાનથી લોકો બચી જાય છે.

તેમણે કહ્યું કે, વાહન ડેટાબેસ પર કેટલાક ડીએલ અને આરસી અનુક્રમે 1960 અને 70 ના દાયકામાં અને 1980 અને 90 ના દાયકાની હોઈ શકે છે. જૂના ડેટાબેઝમાં મોબાઇલ અને આધાર નંબરો હોતાં નથી.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ઉમાશંકરે કહ્યું કે “કદાચ સરનામું સમાન ન હોય, જેનો અર્થ છે કે આપણે અમુક મુદ્દાઓ વિશે વિચારવું પડશે, જ્યાં વાહન માલિકો અથવા લાઇસન્સ ધારકો તેની વિગતોને અપડેટ કરવાની ફરજિયાત કરવી જરૂરી બને છે.”

તેમણે કહ્યું કે, આ એજન્સીઓને કોને અને ક્યાં સંપર્ક કરવો તે જાણવામાં મદદ કરશે, અને જો ઇ-ચલાનની જો ચોક્કસ સમય પછી ચૂકવણી કરવામાં ન આવે, તો આરસી અથવા ડીએલ ધારકોને દંડ કરવા અને ડીએલ આરસીને રદ કરવામાં મદદ કરશે.

WhatsApp Group Join Now

Leave a Comment