× Special Offer View Offer

શું તમે પણ ખરતા વાળથી કંટાળી ગયા છો? તો આ તેલથી માલિશ કરવાથી ડબલ સ્પીડમાં વાળ વધશે…

WhatsApp Group Join Now

વાળ ખરવાની સમસ્યાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. ખરતા વાળની કાળજી તમે બરાબર રાખતા નથી તો ટાલ પડવાના ચાન્સિસ વધારે રહે છે.

હેર ફોલ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસ મુખ્યત્વે જવાબદાર છે. આમ, ખરતા વાળ અટકાવવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણ હેર ફોલ કંટ્રોલમાં કરીને ડબલ સ્પીડમાં ગ્રોથ વધારે છે.

આ સાથે વાળમાં થતો ખોડો અને ખંજવાળની સમસ્યા દૂર કરે છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે સ્કેલ્પ પરની ગંદકી દૂર કરવાનું કામ કરે છે.

TOI ના રિપોર્ટ અનુસાર લસણનું તેલ બનાવવું ખૂબ સરળ છે. આ તેલ બનાવવા માટે 8થી 10 લસણની કળી લો. ત્યારબાદ અડધો કપ નારિયેળ તેલ અને જૈતુનનું તેલ લો. એક ડુંગળી કટ કરી દો.

એક પેનમાં તેલ ગરમ કરી દો. ત્યારબાદ આ તેલમાં લસણની કળી નાખીને ગરમ કરી દો. પછી આ તેલમાં બીજી બધી વસ્તુઓ નાખીને બરાબર ગરમ કરી દો.

તેલ બરાબર ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. આ તેલ ઠંડુ થાય એટલે કાચની બોટલમાં ભરી દો. આ તેલ બેથી ત્રણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

લસણના તેલનો ઉપયોગ અઠવાડિયામાં 2થી 3 વાર કરો. આ તેલથી સ્કેલ્પ પર મસાજ કરો. એકથી બે કલાક પછી હેર વોશ કરી દો. ત્યારબાદ કેમિકલ ફ્રી શેમ્પૂથી હેર વોશ કરી દો.

નિયમિત રીતે તમે આ તેલનો ઉપયોગ કરશો તો હેર ફોલ બંધ થઈ જશે. આ સાથે ગ્રોથ ડબલ સ્પીડમાં વધશે. આ તેલથી ખોડો પણ દૂર થઈ જશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment