× Special Offer View Offer

હવામાન વિભાગની મોટી આગાહી; આગામી પાંચ દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે?

WhatsApp Group Join Now

Meteorological department’s big forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે.

આ સાથે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે (25મી જૂન) પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે હજુ એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. સાથે જ આગાહી કરી છે કે 35થી 45ની પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે. આજે એટલે કે, 25 જૂને સાબરકાંઠા, સુરત, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાયના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

તો આવતી કાલે 26 જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જયારે અન્ય જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

આ સિવાય હવામાન વિભાગે 27 અને 28 જૂને નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, ભરૂચ અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 29 અને 30 જૂને રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment