પોતું કરવાના પાણીમાં આ 2 વસ્તુઓ મિક્સ કરી દો, ઘરમાં નહીં ફરકે એક પણ માખીઓ, મચ્છર પણ તુરંત ઉડી જશે…

WhatsApp Group Join Now

ઉનાળાની શરૂઆત થાય એટલે ઘરમાં માખી, મચ્છર, કીડીઓ પણ વધવા લાગે છે. ઘરમાં જો આખો દિવસ માખી ઉડતી હોય તે જોઈને પણ ચીતરી ચઢી જાય છે. ખાવા-પીવાની વસ્તુઓને પણ માખી ખરાબ કરે છે. સાથે જ કીડી પણ ઉનાળામાં વધારે પ્રમાણમાં નીકળતી હોય છે.

ઘરમાં આવા જીવજંતુઓ ઘરમાં ન આવે તે માટે કેમિકલ ક્લિનરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ક્લીનરની સુગંધ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જ તેની અસર રહે છે. ત્યાર પછી ફરીથી માખી ઘરમાં ફરવા લાગે છે.

આ સ્થિતિમાં જો તમે ઘરમાંથી માખી અને મચ્છરનો ત્રાસ ઓછો કરવા માંગો છો તો આજે તમને બે એવી વસ્તુ વિશે જણાવીએ જે કોઈપણ પ્રકારની મહેનત વિના તમારું કામ કરી દેશે.

માખી અને મચ્છરને ઘરમાંથી ભગાડવા હોય તો લીંબુ અને ફટકડી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. લીંબુનો રસ અને ફટકડી એન્ટિબેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેના આ ગુણ મચ્છર માખી સહિતના જીવજંતુઓથી ઘરને મુક્તિ અપાવવામાં મદદ કરે છે.

લીંબુમાં એસિડિક ગુણ પણ હોય છે જે માખી અને મચ્છરને ઘરથી દૂર રાખવામાં કારગર સાબિત થાય છે. ફટકડીથી નાના-નાના જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ બંને વસ્તુનો ઉપયોગ કરવો હોય તો જ્યારે ઘરમાં પોતું કરો ત્યારે તે પાણીને હુંફાળું ગરમ કરી લેવું. આ પાણીમાં લીંબુનો રસ અને ફટકડીનો પાવડર સારી રીતે મિક્સ કરી દો. હવે આ પાણીની મદદથી ઘરમાં પોતા કરો. જો માખી અને જીવજંતુઓ વધારે હોય તો દિવસમાં 2 વખત આ પાણીથી પોતું કરી લેવું.

નિયમિત રીતે ઘરમાં આ પાણીનો પોતું કરશો એટલે માખી-મચ્છર અને જીવજંતુઓ છુમંતર થવા લાગશે. જો ઘરમાં વંદા વધારે નીકળતા હોય તો થોડા પાણીમાં ફટકડી અને લીંબુ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી તેને પણ ઘરમાં અલગ-અલગ જગ્યાએ છાંટી દેવું. તેનાથી વંદા નીકળતા બંધ થઈ જશે.

WhatsApp Group Join Now

Leave a Comment