ગરમીની ઋતુ આવતાની સાથે જ મચ્છર, કીડીઓ અને વંદા જેવા જીવ જંતુઓ તેમના છિદ્રોમાંથી બહાર આવવા લાગે છે. દિવસમાં કીડીઓ અને વંદા હેરાન કરતા હોય તો રાત્રે મચ્છરોનો ત્રાસ હોય છે.
આ ઋતુમાં જંતુઓથી છુટકારો મેળવવા માટે અનેક ઘરેલુ ઉપચાર છે જેનાથી તમે આ જંતુઓનો નાશ કરી શકો છો. તમારે ફક્ત આ એક વસ્તુને મોપિંગ પાણીમાં ભેળવીને ફ્લોર સાફ કરી દેવાનું છે.

આ પાણી જંતુનાશક તરીકે કામ કરે છે અને માત્ર ફ્લોર પર જ નહીં, પણ ઘરમાં ફરતા મચ્છર અને માખીઓથી પણ છુટકારો મેળવી શકે છે. આ રીતે ફ્લોર ધોવાથી, ફ્લોરની ગંધ મચ્છરો અને માખીઓને પણ દૂર રાખે છે.
મચ્છરોથી છુટકારો મેળવવા માટે આ રીતે સાફ કરો
સૌ પ્રથમ તો ઘરના ફ્લોરને યોગ્ય રીતે સાફ કરવો જોઇએ. જેથી મચ્છર, માખીઓ, વંદો અને કીડીઓ દૂર રહે છે. આ માટે, મોપ પાણીમાં લીંબુ અને મીઠું ઉમેરી શકાય છે. લીંબુના રસની સાથે, ફટકડી પણ મોપિંગ પાણીમાં ઉમેરી શકાય છે.
લીંબુ અને ફટકડીવાળા પાણીથી સાફ કરવાથી જંતુઓ દૂર રહે છે. આ મોપ ખાસ કરીને ફ્લોરના ખૂણામાં રહેતા જંતુઓને મારી નાખે છે અને માખીઓ અને મચ્છર પણ ઘરમાં પ્રવેશતા નથી.
ખાવાનો સોડા અને વિનેગર
પાણીમાં બેકિંગ સોડા અને વિનેગર ઉમેરીને પણ મોપિંગ કરી શકાય છે. આ પાણી જંતુઓને નાશ કરવા માટે સારી અસર કરે છે . આ પાણી કીડીઓ, વંદા અથવા મચ્છરો ઉપર સીધા છાંટી પાડે છે જેથી વધુ અસરકારક છે. આ પાણીથી મોપિંગ ઉપરાંત રસોડાના સ્લેબ પણ સાફ કરી શકાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કાળા મરી પણ અસરકારક છે
ડોલમાં પાણી ભરો અને તેમાં કાળા મરીનો ભૂકો અથવા કાળા મરીનો પાવડર નાખો. આ કાળા મરીના પાણીમાં મોપ ડુબાડો, તેનાથી ફ્લોરને સારી રીતે સાફ કરો. જો તમે ઈચ્છો તો, તમે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી શકો છો અને તેને આસપાસ ફરતા મચ્છરો પર સ્પ્રે કરી શકો છો. જેથી મચ્છરો દૂર થઇ જશે.