ઘરની સાફ સફાઈ કરવું ખુબ જ જરૂરી છે. જો કે ગમે તેટલી સફાઈ કરવા છતાં પણ ધૂળ અને ગંદકી તેનો અડ્ડો જમાવી જ દેતા હોય છે. ઘણી વાર તો આપણે ગમે તેટલી વાર ઘસીને કે પોતા મારીએ તો પણ ફ્લોર પરથી ડાઘ જતા નથી અને કીટાણુઓ પણ થતા હોય છે. જેના કારણે પછી અનેક બીમારી પણ ફેલાતી હોય છે.
આ માટે જ ઘરના સફાઈમાં ફ્લોરની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે.ફ્લોરને ચમકાવા અને જીવાણુઓને મારવા માટે પોતાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ ઉમેરો તો એનાથી થોડી મિનિટોમાં જ ચમકવા લાગશે.

આ માટે તમારે કોઈ કચરો કરવાની જરૂર નથી. પોતાના પાણીમાં નાખવા માટે જે પણ વસ્તુની જરૂર પડશે એ બધી જ તમને ઘરમાંથી મળી રહેશે. આ માટે વિનેગર એક નેચરલ ક્લીનર છે.
આ ફ્લોરને ચમકાવા અને જીવાણુઓને મારવામાં મદદ કરે છે. વિનેગરમાં એસિટિક એસિડ હોય છે, જે બેક્ટેરિયા અને ફંગસને મારે છે. વિનેગર ફ્લોર પરથી દાગ-ધબ્બા દૂર કરવામાં પણ મદદ કરે છે.
મીઠું પણ એક નેચરલ ક્લીનર છે. આ ફ્લોર પરથી ગંદકી અને જીવાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. મીઠું ફ્લોરને ચમકાવામાં પણ મદદ કરે છે. એક ચમચી મીઠું પોચાના પાણીમાં મિક્સ કરીને ઘરમાં લગાવો. આથી તમને તરત જ પરિણામ મળશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
પોતાના પાણીમાં મીઠું અને વિનેગર મિક્સ ઉમેરવા સિવાય તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડા નેચરલ ક્લીનર તરીકે કામ કરે છે. આનો ઉપયોગ કરીને આપણે ઘરના ફ્લોરને ચમકાવી શકીએ છીએ. સાથે જ આ જીવાણુઓનો પણ નાશ કરશે.
મીઠું, વિનેગર, બેકિંગ સોડા જેવી વસ્તુઓમાં નેચરલ એસિડ હોય છે, જે ફ્લોરને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ ફ્લોરમાં છુપાયેલા જીવાણુઓને પણ મારે છે. પોતાના પાણીમાં આ વસ્તુઓને મિક્સ કરીને લગાવવાથી તમારા ઘરમાં બીમારીઓનો ખતરો ઓછો થઈ શકે છે.