આપણા શરીરનું એક અંગ પણ જો કામ કરતું બંધ થઈ જાય તો, આખા શરીરને તેના કારણે તકલીફ પડે છે. આપણે ત્યાં કહેવત છે કે, જેટલું ખાવાનું સાદું એટલું શરીર નિરોગી.
જોકે આજકાલની જનરેશન જે રીતે બહારનું ફાસ્ટફૂડ ખાઈ રહી છે, તે જોતા તો એવું જ લાગે છે કે, તેઓ બહુ જલ્દી જ બધી મોટી બીમારીઓને સામે ચાલીને બોલાવીને બીમાર પડશે. જે તે ખાવાના કારણે આપણું પાચન પણ સારું થતું નથી અને જે ખોરાક પચવામાં મદદ કરે છે તે, લીવરને પણ ઘણું નુકસાન પહોંચે છે.

જો તમારા લીવરમાં પણ ઝેરી તત્વો એકઠા થઈ ગયા હોય અને હેરાન થઈ રહ્યા છો? અમે તમને એક ઘરે જ બનાવેલા ડ્રિંક વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી ઘણો ફાયદો થશે.
ડાયેટિશિયન કામિની સિંહાએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, લીવરને ડિટોક્સ કરવા માટે, સવારે ઉઠ્યા પછી, એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ ભેળવીને પીવો. આનાથી લીવરમાં જમા થયેલી ગંદકી સાફ થશે અને તમારું પાચન પણ સુધરશે. આમ કરવાથી વજન ઘટાડવામાં અને ફિટનેસમાં સુધારો કરવામાં પણ મદદ મળશે.
લીંબુમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ સારી માત્રામાં હોય છે, જે લીવરને સાફ કરવામાં મદદ કરે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી લીવરની કામગીરીમાં સુધારો થાય છે. આ એક બેસ્ટ નેચરલ ટોનિક છે.
ડાયેટિશિયને જણાવ્યું કે, વજન ઘટાડવા માટે પણ લીંબુ પાણી ખૂબ અસરકારક છે. તે શરીરના ફેટને ઓછું કરવામાં મદદ કરશે અને મેટાબોલિઝમ બુસ્ટ કરશે. લીંબુમાં રહેલું સાઇટ્રસ એસિડ પાચનતંત્રને સુધારે છે અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ સિવાય લીંબુ પાણીમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીંબુ પાણી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પાણી પેટના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. લીંબુ પાણી પેટમાં એસિડ સંતુલન જાળવવામાં મદદ કરે છે, જે અપચો, ગેસ અને કબજિયાતથી રાહત આપે છે.
એક્સપર્ટે જણાવ્યું હતું કે, લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ કરે છે, જે વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં એનર્જી લેવલ સારું રહે છે.
લીંબુ પાણીમાં જોવા મળતા વિટામિન સી અને ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને તાજગી આપે છે. લીંબુ પાણી સ્કિનને સારી કરવા માટે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીંબુના એન્ટીઑકિસડન્ટ ગુણોને કારણે, તે શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.