આજકાલ લોકોની મોટી પ્રોબ્લેમ છે વધી ગયેલું વજન. એક વાર વજન વધી ગયા પછી તેને ઘટાડવું આસાન હોતું નથી. સૌ કોઈને એક જ પ્રોબ્લેમ છે કે, “આ વજન કઈ રીતે ઘટાડવું?” જો તમારે પણ વજન વધી ગયો છે તો અને વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો, તમારે પણ આ અમેઝિંગ ડ્રિંક પીવું જોઈએ. જેનાથી તમારો વજન પણ સડસડાટ ઉતરશે અને ઇંચ લોસ પણ થશે.
ખાલી 30 દિવસ સુધી નિયમિત પણે આ ડ્રિંકનું સેવન કરવાથી તમારું વધેલું વજન આપોઆપ જ ઘટવા લાગશે. આપણા કિચનમાં જ એવી ઘણી વસ્તુઓ છે જેની મદદથી આપણે પોતાને ખૂબ જ ફિટ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. અહીં સુધી કે આપણે આપણા શરીરની બીમારીઓને પણ ઠીક કરી શકીએ છીએ.

આજે અમે તમને જીરા અને લેમન જ્યુસ વિશે જણાવી રહ્યા છીએ. વિચારતા તમને લાગશે કે આ તો સામાન્ય વસ્તુ છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે વજન ઘટાડવા માંગો છો, પેટને સપાટ કરવા માંગો છો અને પાચન તંત્રને મજબૂત કરવા માંગો છો, તો જીરા અને લેમન જ્યુસ જાદુની જેમ અસર કરશે.
જીરા કેમ છે પાવરફુલ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) ની ખબર મુજબ, જીરામાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં આયર્ન અને પોટેશિયમ હોય છે. જ્યારે લેમન જ્યુસમાં વિટામિન C નો ડબલ ડોઝ હોય છે. એટલું જ નહીં, જીરામાં વિટામિન A, વિટામિન B, કૅલ્શિયમ, મેગ્નેશિયમ પણ હોય છે. જીરા એન્ટી-બેક્ટેરિયલ હોય છે. અને તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તેથી જ્યારે આ બંને મળી જાય છે, ત્યારે શરીર પર ચમત્કારની જેમ અસર કરે છે.
વજન ઘટાડવા માટે બેસ્ટ
સૌથી પહેલા તો જીરામાં ક્યુમિન કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સ અને ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે. આ બંને વસ્તુઓ સેલની અંદર ઇન્ફ્લામેશન વધારતી હોય છે જેના કારણે શરીરમાં વધુ ચરબી જમા થવા લાગે છે.
જો તેમાં લેમનનો રસ ઉમેરવામાં આવે તો તે મેટાબોલિઝમને ઝડપથી બુસ્ટ કરે છે. મેટાબોલિઝમ બુસ્ટ થવાથી કેલરી બર્ન પણ ઝડપથી થાય છે અને આથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
બોડી ડિટોક્સ
જીરા વોટર અને લેમન જ્યુસ બોડીને ડિટોક્સ કરે છે, એટલે કે શરીરની અંદર ગંદકી દૂર કરે છે. આથી લીવરની સફાઈ થાય છે. જીરા-લેમન જ્યુસ વાળ માટે પણ ખૂબ જ સારું હોય છે. તે સ્કિન પર ગ્લો લાવે છે. જીરા એન્ટીબેક્ટેરિયલ હોય છે જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ નથી થતા.
કેમ બનાવવું જીરા-લેમન જ્યુસ?
સૌથી પહેલા રાત્રે એક ગ્લાસ પાણીમાં થોડું જીરૂ પલાળી દો. સવારે આ પાણીને થોડું બોઈલ કરો. આથી જીરામાં રહેલા મિનરલ્સ બધું પાણીમાં ડિઝોલ્વ થઈ જશે. હવે તેને નીચે ઉતારી લો અને થોડા સમય પછી તેમાં લેમનનો રસ ઉમેરો. પછી તેને ખાલી પેટ પી લો. આ દરેક માટે ફાયદાકારક છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જીરા અને લેમન વોટર આખા શરીરને શુદ્ધ કરે છે. જો તમે કસરત સાથે સવારે ખાલી પેટ જીરા અને લેમનનો રસ લો તો ચોક્કસ વજન ઘટી શકે છે અને થોડા જ દિવસોમાં પાચન તંત્ર મજબૂત થઈ શકે છે. તે આંતરડાને આરામ આપે છે અને પાચન તંત્રને મજબૂત કરે છે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.