મોબાઈલ ફોન વાપરતા કરોડો ભારતીયો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં મોબાઈલ રિચાર્જના ભાવમાં જંગી ઘટાડો કરીને યુઝર્સને મોટી રાહત આપી છે.
કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, ગત એક દાયકામાં મોબાઈલ રિચાર્જ પ્લાન 94% જેટલા સસ્તા થયા છે. આ સાથે જ ડેટાની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સામાન્ય માણસને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાનું વધુ સરળ બન્યું છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો, જેના પગલે ઘણા યુઝર્સને મોંઘવારીનો અનુભવ થયો હતો. જો કે, સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લાંબા ગાળામાં મોબાઈલ સેવાઓ સસ્તી થઈ છે.
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ લોકસભામાં આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે 2014માં જ્યાં એક મિનિટના કોલિંગનો સરેરાશ ખર્ચ 50 પૈસા હતો, તે હવે ઘટીને માત્ર 3 પૈસા થઈ ગયો છે.
આ જ રીતે, 2014માં 1GB ડેટા માટે યુઝર્સે 270 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેની કિંમત હવે માત્ર 9.70 રૂપિયા સુધી આવી ગઈ છે. બ્રોડબેન્ડ ડેટા માટે પણ પ્રતિ GB કિંમત 270 રૂપિયાથી ઘટીને 9.70 રૂપિયા થઈ છે. મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે 2014માં દેશમાં મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યા 90 કરોડ હતી, જે હવે વધીને 116 કરોડ પર પહોંચી છે.
ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ 25 કરોડથી વધીને 97.44 કરોડ થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે ડિજિટલ ક્રાંતિ દેશમાં ઝડપથી આગળ વધી રહી છે અને સસ્તા ડેટાના કારણે કરોડો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું કે, ભારતમાં ઇન્ટરનેટ ડેટા ટેરિફ વિશ્વમાં સૌથી સસ્તા છે. તાજેતરમાં 5G સેવાઓ શરૂ થયા બાદ પણ મોબાઈલ ટેરિફમાં માત્ર 10 ટકાનો નજીવો વધારો થયો છે. છેલ્લા 22 મહિનામાં દેશના 98% જિલ્લાઓ અને 82% વસ્તી 5G નેટવર્કથી જોડાઈ ચૂક્યા છે.
ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે સરકારે 4.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ પર વળતર મેળવવું પણ જરૂરી છે. ગયા વર્ષે ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફ વધારવાનો નિર્ણય આ પરિપ્રેક્ષ્યમાં લેવાયો હતો. આમ છતાં, ભારતમાં મોબાઈલ ડેટા અને કોલિંગના ભાવ વૈશ્વિક સ્તરે સૌથી સસ્તા છે, જેનો લાભ દેશના કરોડો મોબાઈલ યુઝર્સને મળી રહ્યો છે.
સરકારના આ ખુલાસાથી એ સ્પષ્ટ થાય છે કે મોબાઈલ યુઝર્સ માટે રિચાર્જ હવે પહેલા કરતા ઘણું સસ્તું થયું છે, અને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં આ મહત્વપૂર્ણ પગલું છે.