પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ગામડાઓમાં રહેતી મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે.
આથી આ યોજનામાં આપવામાં આવેલા મકાનોમાં મહિલાઓને 100 ટકા માલિકી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સિવાય એક નવો સર્વે ‘આવાસ-પ્લસ 2024’ શરૂ કરવામાં આવશે, તે અંતર્ગત લાભાર્થીઓએ નવા મકાનો માટે અપડેટેડ માપદંડો અનુસાર સર્વે કરાવવાનો પડશે.
બીજા તબક્કામાં રજિસ્ટર્ડ મકાનોની નોંધણી લાભાર્થી પરિવારોની મહિલા સભ્યોના નામે જ થાય તેવો સરકારનો પ્રયાસ છે.

આ યોજનાના બીજા તબક્કામાં લાભાર્થીઓની નવી યાદી બનાવવામાં આવશે, અને તેના દ્વારા પ્રથમ વખત આ યોજનામાં ઈચ્છુક લોકોને ‘સેલ્ફ સર્વે’ કરવાની મંજૂરી અપાશે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપ્યા બાદ હવે તેનો બીજો તબક્કો શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દીધી છે.
હાલમાં, PMAY-G હેઠળ બનાવવામાં આવેલા 74 ટકા ઘરોમાં સંયુક્ત રીતે અથવા એકલા મહિલાઓની માલિકીના છે.
આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે, પ્રથમ વખત સર્વેક્ષણ કરનાર અને જેનો સર્વે થશે તે દરેકના માટે ફેસ રેકગ્નિશન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
‘આવાસ પ્લસ એપ’ દ્વારા નવા સર્વે કરવામાં આવશે. સાથે આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે પાત્રતાના માપદંડો પણ હળવા કરવામાં આવ્યા છે અને કેટલીક મર્યાદાઓ પણ દૂર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોને 30 નવેમ્બર સુધીમાં હાઉસિંગ-પ્લસ 2024 સર્વે પુરું કરવા અને 31 ડિસેમ્બર સુધીમાં પાત્ર પરિવારો માટે મકાનો મંજૂર કરવાનો નિર્દેશ કરાયો છે. આ મકાનોનું બાંધકામ એક વર્ષમાં પૂરું થવાની સાંભવના છે.
વર્ષ 2016માં યોજનાની શરૂઆત થઈ ત્યારથી PMAY-G હેઠળ 2.67 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. તો ઈન્દિરા ગાંધી આવાસ યોજના હેઠળ લગભગ 77 લાખ પેન્ડિંગ ઘરોનું નિર્માણ પણ પૂરું થઈ ગયું છે.
PMAY-G યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી, તેમાં પાંચ વર્ષમાં 2.95 કરોડ પાકાં મકાનો બાંધવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.










