કેન્દ્ર સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) અને એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) હેઠળ આવતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના માસિક અને મૂળ પગાર/બેઝિક પગારની મર્યાદાને વધારવા પર વિચાર કરી રહી છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે આ દિશામાં ગંભીરતાથી પગલાં આગળ વધાર્યા છે. સૂત્રોનું કહેવું છે કે નવી મર્યાદા 25000 રૂપિયા અથવા તેનાથી વધારે હોઈ શકે છે.
પગાર મર્યાદા વધવાથી કર્મચારીઓને ઘણા લાભ થશે. આપને જણાવી દઈએ કે, EPFO હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર મર્યાદા (Minimum Basic Pay Limit) 15,000 રૂપિયા છે.
આજથી 10 વર્ષ પહેલા લઘુત્તમ મૂળભૂત પગાર (Minimum Basic Salary)ને 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવ્યો હતો.
શનિવારે યોજાઈ હતી CBTની બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા શનિવારે EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. મોટાભાગના સભ્યો સહમત હતા કે લઘુત્તમ મૂળભૂત પગાર (Minimum Basic Salary)ને વધારવો જોઈએ.
હાલમાં EPFO હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર મર્યાદા 15,000 રૂપિયા છે. કર્મચારીના પગારમાંથી PF એકાઉન્ટ માટે 12 ટકા કાપવામાં આવે છે. એટલી જ રકમ કંપની PF એકાઉન્ટમાં જમા કરે છે. કંપનીના યોગદાનનો 8.33 ટકા ભાગ પેન્શન ફંડ (EPS)માં જાય છે, જ્યારે 3.67 ટકા પીએફ એકાઉન્ટમાં જમા થાય છે.
2014માં થયો હતો વધારો
છેલ્લી વખત EPFO હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર મર્યાદામાં 2014માં વધારો થયો હતો. આ દરમિયાન આ રકમ 6500 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરવામાં આવી હતી.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને પગારધોરણમાં વધારો થયો છે, જેના કારણે હવે આ મર્યાદામાં ફરીથી વધારો કરવાની જરૂર છે. તેનાથી કર્મચારીઓને ભવિષ્યમાં વધારે પેન્શન અને PFમાં વધારે પૈસા જમા કરવાની તક મળશે.
ESIC પર પણ ચર્ચા
ESIC હેઠળ કુલ પગાર (ગ્રોસ સેલેરી) 21,000 રૂપિયાના આધારે કપાત કરવામાં આવે છે. આમાં 1.75% કર્મચારી યોગદાન અને 4.75% એમ્પ્લોયર યોગદાનનો સમાવેશ થાય છે.
સરકાર હવે ESIC હેઠળ કુલ પગાર (ગ્રોસ સેલેરી)ની મર્યાદા વધારવા પર પણ વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી બેઠકોમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
કર્મચારીઓને ઘણો ફાયદો થશે
EPFOની કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ વર્તમાન પગાર મર્યાદા 15,000 રૂપિયા હોવાને કારણે લઘુત્તમ પેન્શન ઘણું ઓછું થાય છે. જો નવી સેલેરી કેપ લાગુ થશે તો પેન્શનમાં વધારો થશે અને કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ આર્થિક સુરક્ષા મળશે.