કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ગત 10 વર્ષમાં ઘણા પ્રકારની યોજનાઓ શરુ કરી છે. આ અંતર્ગત તમે ન માત્ર સ્કિલ ડેવલોપમેન્ટ માટે સરકાર પાસે મદદ લઈ શકો છો પરંતુ લોન માટે પણ મુદ્રા જેવી યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો. આ વખતના સામાન્ય બજેટમાં સરકારે ક્રેડીટ કાર્ડ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. આ માટે કોઈ અપ્લાઈ કરી શક્શે.
શું કહ્યું હતું નાણા મંત્રીએ…
ગત એક ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણા એનમ્ કોર્પોરેટ કાર્ય મંત્રી નિર્મલા સીતારમણે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા સૂક્ષ્મ સાહસો માટે 5 લાખ રૂપિયાની મર્યાદા સાથે ખાસ કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ શરૂ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.

તમે કેવી રીતે નોંધણી કરાવી શકો છો?
આ માટે સૌ પ્રથમ એન્ટરપ્રાઇઝ પોર્ટલ- msme.gov.in. ની મુલાકાત લો. અહીં તમારે ક્વિક લિંક્સ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારે Udyam Registration પર ક્લિક કરીને નોંધણી કરાવવાની રહેશે.
અહીં તમને નોંધણી અને પાત્રતા માટે જરૂરી દસ્તાવેજો વિશે પણ વિગતવાર માહિતી મળશે. તમે તે મુજબ નોંધણી કરાવી શકો છો. નોંધાયેલા સૂક્ષ્મ સાહસો માટે ક્રેડિટ કાર્ડ સુવિધા છે.
બજેટમાં પણ આની જાહેરાત કરવામાં આવી હતી.
સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવ્યું છે. આનાથી પાંચ વર્ષમાં ₹1.5 લાખ કરોડનું વધારાનું ધિરાણ શક્ય બનશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
સ્ટાર્ટઅપ્સ માટે ગેરંટી કવર ₹10 કરોડથી બમણું કરીને ₹20 કરોડ કરવામાં આવશે, જેમાં 27 પ્રાથમિકતા ક્ષેત્રોમાં લોન માટે 1% ની ફી ઘટાડી દેવામાં આવશે. વધુમાં નિકાસ કરતા MSMEs ને ₹20 કરોડ સુધીની ટર્મ લોનનો લાભ મળશે જેમાં ગેરંટી કવર વધારેલ હશે.










