જેટલા પણ નોકરી કરતા લોકો છે. બધાને PF એકાઉન્ટ હોય છે. PF ખાતામાં એક રીતે સેવિંગ એકાઉન્ટની જેમ ઉપયોગ કરવામાં આવે છે. કર્મચારીઓના પગારના 12% આમાં જમા થાય છે.
એટલું જ યોગદાન કંપની તરફથી પણ આપવામાં આવે છે. PF ખાતામાં જમા થતી રકમ પર ભારત સરકાર તમારા તરફથી વ્યાજ પણ મળે છે. જરૂર પડવા પર પોતાના PF એકાઉન્ટથી પૈસા ઉપાડી પણ શકો છો.

ત્યારે ઘણા લોકોને લાગે છે કે તેમનું PF એકાઉન્ટ તેમના સેવિંગ એકાઉન્ટની જેમ કામ કરી રહ્યું છે. તો ઘણી વાર આ પ્રકારની ખબરો પણ સામે આવી છે કે કંપનીએ કર્મચારીના PFના પૈસા તો કાપે છે. પરંતુ તે PF એકાઉન્ટમાં જમા નથી કર્યા હોતા.
જો આવું છે તો તમે ફરિયાદ નોંધી શકો છો. તમારા PF એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં તમે જાતે ઓનલાઈન પણ ચેક કરી શકો છો.
આવી રીતે ઓનલાઇન ચેક કરો PF બેલેન્સ
પોતાની કંપની દ્વારા પોતાના PF એકાઉન્ટના પૈસા મોકલવામાં આવી રહ્યા છે કે નથી. આ જાણવા માટે તમે PF ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો. આની માટે તમારે સૌથી પહેલા EPFO Member passbook ના ઓફિશિયલ પોર્ટલ https://passbook.epfindia.gov.in/MemberPassBook/login પર જવાનું રહેશે.
અહીં તમારે પોતાનો UAN નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે. આ બાદ કેપ્ચા કોડ નાખો અને પછી સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ બાદ તમારી સામે તમારા બધા જ PF એકાઉન્ટ ખુલી જશે. જે એકાઉન્ટ પર બેલેન્સ ચેક રકવા ઈચ્છો છો, તેને સિલેકટ કરી લેવો. તેના પર ક્લિક કરતાં જ તેની સંપૂર્ણ ડિટેલ તમારી સામે આવી જશે.
મેસેજ મોકલીને પણ કરી શકો છો ચેક
આ સિવાય તમે પોતાના મોબાઈલ નંબરથી મેસેજ મોકલીને પણ પોતાના PF ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો. આની માટે તમારે ફોનના મેસેજમાં ‘EPFOHO UAN’ લખીને 7738299899 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.
આ બાદ તમારા PF ખતાના બેલેન્સની માહિતી તમારા PF એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે. જોકે આની માટે તમારો UAN એક્ટિવ રહેવું જોઈએ. આ સિવાય તમારા ખાતામાં મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી છે.