ODI વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો જાહેર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઇટલ મેચ રમાશે. 2003 બાદ પ્રથમ વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ટીમે T20 વર્લ્ડ કપ 2024 ક્વોલિફાયર માટે તેની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે.
નામિબિયા ક્રિકેટ બોર્ડે ગુરુવારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર વિન્ડહોકમાં 22થી 30 નવેમ્બર દરમિયાન રમાશે. આ માટે નામિબિયાએ કપ્તાનીની જવાબદારી ગેરહાર્ડ ઈરાસ્મસને સોંપી છે. આ મોટી ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે.
યજમાન હોવાને કારણે, વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ સીધા ક્વોલિફાય થયા છે, જ્યારે આ સિવાય ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ ક્વોલિફાય થયા છે. નેપાળ અને ઓમાન પણ આ માટે ક્વોલિફાય થયા છે.
સાત ટીમો હાલમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાઇંગ સ્પોટ માટે સ્પર્ધા કરી રહી છે. પ્રાદેશિક ફાઇનલમાં નામિબિયા, ઝિમ્બાબ્વે અને યુગાન્ડાની સાથે બે ઉપ-પ્રાદેશિક ક્વોલિફાયરમાંથી ચાર ટીમો ભાગ લેશે. જેમાં કેન્યા, રવાન્ડા, તાન્ઝાનિયા અને નાઈજીરીયાના નામ સામેલ છે. ટુર્નામેન્ટમાં ટોપ-2 ટીમો 2024 ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે નામિબિયાની ટીમ
ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જાન ગ્રીન, માઇકલ વેન લિંગેન, નિકોલ લોફ્ટી-ઇટોન, હેલાઓ યફ્રાન્સ, શોન ફાઉચે, બેન શિકોન્ગો, ટેંગેની લુંગામેની, નિકો ડેવિન, જેજે સ્મિત, જાન ફ્રાયલિંક, જેપી કોટ્ઝ, ડેવિડ વિઝ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મલાન ક્રુગર .