× Special Offer View Offer

દવા લીધા બાદ ક્યારેય પણ આ 5 ભૂલો ન કરો, નહીંતર તમારે દવાખાનાના ધક્કા ખાવા પડશે…

WhatsApp Group Join Now

આપણે બધા કોઈને કોઈ વખતે દવાઓ લેતા જ હોઈએ છીએ. ક્યારેક માથાનો દુઃખાવો થાય કે શરીરમાં થાક અનુભવાય ત્યારે તરત કોઈ ગોળી કાઢીને ખાઈ લઈએ છીએ. આજકાલ તો લાઈફસ્ટાઇલ સંબંધિત રોગો એટલાં સામાન્ય બની ગયા છે કે લોકોની ડાયટમાં ખોરાક કરતાં વધુ દવાઓની લીલી-પીળી ગોળીઓ સામેલ હોય છે.

બીમારીનો સાચો ઈલાજ થાય એ માટે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. જેમ કે, યોગ્ય દવા લેવી, યોગ્ય સમયે લેવી અને દવા લીધા પછી કેટલીક ભૂલ કરવાથી બચવું જોઈએ.

હા, ઘણીવાર આપણે દવા લીધા પછી કેટલીક એવી ભૂલો કરી બેઠા હોઈએ છીએ કે જે દવાની અસરને ઓછું કરી દે છે અને કેટલાંક વખત તો આરોગ્ય માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ એવી કેટલીક સામાન્ય ભૂલ વિશે.

દવા લીધા બાદ તરત સુઈ જવું

મોટા ભાગના લોકો દવા લીધા પછી સૂઈ જાય છે. હવે તાવ કે દુઃખાવામાં માણસ કરે તો શું કરે? પણ જો તમે થોડીવાર સીધા બેઠા રહી શકો તો દવા લીધા પછી તરત સૂઈ જવું ટાળવું જોઈએ.

કેટલીક દવાઓ એવી હોય છે જે ખાધા પછી એસિડિટી, ગેસ અથવા પેટમાં દુઃખાવો કરી શકે છે. જેઓ હંમેશાં પાચનસંબંધિત તકલીફોથી પીડાતા હોય, તેઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ.

દવા લીધા પછી તરત ચા કે કોફી પીવી

ઘણીવાર બીમારીમાં લોકો દવા લીધા પછી તરત ચા કે કોફી પી લે છે. તેમને લાગે છે કે આવું કરવાથી રાહત મળશે પણ હકીકતમાં તેનું ઊલટું થાય છે. ચા-કોફી બંનેમાં કેફીન હોય છે, જે કેટલીક દવાઓના શોષણમાં અડચણ ઊભી કરી શકે છે.

આ ઉપરાંત, તે પેટમાં એસિડ વધારીને ગેસ અને એસિડિટીની સમસ્યા વધારી શકે છે. તેથી દવા લીધા પછી ઓછામાં ઓછું એક કલાક પછી જ ચા કે કોફી પીવી જોઈએ.

દવા લીધા પછી વ્યાયામ કે ભારે કામ કરવું

કોઈપણ દવા લીધા પછી તરત ભારે કસરત કે થાકદાયક કામ કરવું ટાળવું જોઈએ. દવા લીધા પછી શરીરને આરામની જરૂર હોય છે. જ્યારે તમે તેને આરામ ન આપી કોઈ શારીરિક પ્રવૃત્તિ શરૂ કરો છો ત્યારે તે દવા શોષવામાં અડચણ કરે છે. એથી થાક, નબળાઈ, ચક્કર આવવા કે ઉલટી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ડોઝ છૂટી ગયા પછી એકસાથે બે ગોળી ખાઈ લેવો

ઘણા લોકો માનતા હોય છે કે જો કોઈ સમયની દવા ભૂલી ગયા હોય તો બીજી વખત એકસાથે બે ગોળી લઈ લેવી. પણ આવું કરવું યોગ્ય નથી. એકસાથે બે ડોઝ લેવો એટલે ઓવરડોઝ, જે આરોગ્ય માટે અત્યંત જોખમી હોય શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ખાસ કરીને લીવર અને કિડની પર તેની ખરાબ અસર પડી શકે છે. જો ડોઝ ચૂકી જાઓ તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, પોતે જ ઓવરડોઝ કરવાનું ટાળવું.

દૂધ સાથે દવા ખાઈ લેવી

લોકો માની બેસે છે કે દૂધ સાથે દવા લેવી વધુ લાભદાયક છે. કારણ કે દૂધ શરીરને શક્તિ આપે છે અને દવા સાથે મળીને શરીરને તરત સારું કરી દે છે. પણ હકીકતમાં આવું કરવું આરોગ્ય માટે જોખમી છે.

કેટલીક દવાઓ દૂધ સાથે લીધા પછી રિએક્ટ કરે છે અને તેમનું કામ કરવાનું બંધ કરી દે છે. તેથી ડોક્ટરએ ખાસ કહે નહિં ત્યાં સુધી દૂધ સાથે દવા લેવી ટાળવી. દવા લેતી વખતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે નહીંતર અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment