× Special Offer View Offer

New Bank Rule: બેંકના આ નિયમમાં થયો મોટો ફેરફાર, જો તમારૂં પણ આ બેંકમાં ખાતું હોય તો ફટાફટ જાણી લો…

WhatsApp Group Join Now

Canara Bank Rule: સરકારી બેંકએ એક મોટી જાહેરાત કરી છે. બેંકએ નિયમમાં ફેરફાર કર્યો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. નવો નિયમ લાગૂ થઈ ગયો છે. તેવામાં તે વિશે જાણવું ખૂબ જરૂરી છે.

કેનરા બેંક (Canara Bank) એ 1 જૂન 2025થી બધા પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સની જરૂરીયાતને માફ કરી દીધી છે. મહત્વનું છે કે મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ તે રકમ છે જે ગ્રાહકોએ દર મહિને પોતાના ખાતામાં રાખવાની હોય છે.આમ ન કરવા પર બેંક ગ્રાહકોને દંડ ફટકારે છે.

બાકી બેંકોમાં કેટલો છે ચાર્જ

એક્સિસ બેંક (Axis Bank)

બેંક દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ફી અને ચાર્જ માળખા મુજબ, 1 એપ્રિલ, 2024 થી પ્રાયોરિટી સેવિંગ્સ એકાઉન્ટ (Priority Savings Account) માટે સરેરાશ બેલેન્સ રકમ બધા મેટ્રો, શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ ખાતાઓ માટે દર મહિને 2,00,000 લાખ રૂપિયા છે.

જો કોઈ ગ્રાહક લઘુત્તમ બેલેન્સ રકમ જાળવવામાં નિષ્ફળ જાય છે, તો સરેરાશ બેલેન્સ જરૂરિયાતમાંથી ઘટાડા પર 6 ટકા ફી વસૂલવામાં આવશે. 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવનાર ટેરિફ માળખા મુજબ, આ ફી મહત્તમ 600 રૂપિયા સુધી જઈ શકે છે.

એચડીએફસી બેંક (HDFC Bank)

HDFC બેંકના નિયમિત બચત ખાતાના ગ્રાહકોએ શહેરી શાખાઓ માટે ઓછામાં ઓછું સરેરાશ માસિક બેલેન્સ 10,000 રૂપિયા અથવા ઓછામાં ઓછા 1 વર્ષ 1 દિવસના સમયગાળા માટે 1 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જાળવવી જરૂરી છે.

અર્ધ-શહેરી શાખાના કિસ્સામાં, સરેરાશ માસિક બેલેન્સ 5,000 રૂપિયા અથવા ઓછામાં ઓછા 1 વર્ષ 1 દિવસના સમયગાળા માટે 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જાળવવી જરૂરી છે.

ગ્રામીણ બેંક ખાતાના કિસ્સામાં, ગ્રાહકોએ અન્ય શાખાઓ જેવા જ સમયગાળા માટે સરેરાશ ત્રિમાસિક બેલેન્સ 2,500 રૂપિયા અથવા ફિક્સ ડિપોઝિટ 25,000 રૂપિયા જાળવવા જરૂરી છે.

જો ગ્રાહકો બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જાય, તો બેંક શહેરી ખાતા માટે મહત્તમ 600 રૂપિયા વસૂલ કરી શકે છે. આ બેલેન્સ જાળવવામાં ન આવે તો બેંક પાસે દંડના ચાર્જ માટે અલગ અલગ સ્લેબ છે.

એસબીઆઈ બેંક (SBI Bank)

ભારતીય સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર સૌથી મોટી પીએસયુ બેંકના બેઝિક સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં દર મહિને કે ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ બનાવી રાખવાની જરૂર નથી. સેવિંગ્સ બેંક એકાઉન્ટ અને સેવિંગ્સ પ્લસ બેંક એકાઉન્ટમાં માસિક એવરેજ બેલેન્સ કમ્પોનેન્ટ નથી.

આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)

ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે કે ખાનગી બેંકમાં Easy Receive એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ મેટ્રો અને શહેરી સ્થળો માટે લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા રાખવું પડશે. અર્ધ-શહેરી અને ગ્રામીણ સ્થળોના કિસ્સામાં, લઘુત્તમ બેલેન્સ 5,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

WhatsApp Group Join Now

Leave a Comment