New Car Buying Policy: કાર ખરીદવી હવે મુશ્કેલ બનશે. ચેન્નાઈમાં કાર ખરીદવા માટે એક નવી નીતિ લાગુ થવા જઈ રહી છે, જે હેઠળ કાર ખરીદતા પહેલા, તમારે સાબિત કરવું પડશે કે તમારી પાસે આ કાર માટે પાર્કિંગ જગ્યા છે. કાર ખરીદવા માટેની આ નવી નીતિ ચેન્નાઈ યુનિફાઇડ મેટ્રોપોલિટન ઓથોરિટી (CUMTA) દ્વારા જારી કરવામાં આવી છે.
ચેન્નઈ નવી કાર પોલિસી
દેશમાં આ પહેલી વાર છે જ્યારે ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે નવી કાર નીતિ રજૂ કરવામાં આવી છે, જે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપશે અને ખાનગી વાહનો પર લોકોની નિર્ભરતા ઘટાડશે.

આ નીતિને ગૃહ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તમિલનાડુ સરકારે 2024 માં મદ્રાસ હાઈકોર્ટને આ નીતિના અમલીકરણ વિશે જાણ કરી હતી.
કાર ખરીદતા પહેલા શું કરવું?
નવી નીતિ હેઠળ, ચેન્નાઈમાં કાર ખરીદનાર કોઈપણ વ્યક્તિ પાસે હવે ઓછામાં ઓછી એક ઑફ-સ્ટ્રીટ પાર્કિંગ જગ્યા હોવી જરૂરી રહેશે, પછી ભલે તે તેના ઘરની અંદર હોય કે કોઈપણ ખાનગી મિલકતમાં.
આ નીતિ અંગે, CUMTA ના સેક્રેટરી આઈ જયકુમારે જણાવ્યું હતું કે ‘લોકો ઘણીવાર ઘણા વાહનો ખરીદે છે, પરંતુ તેમની પાસે પાર્કિંગની જગ્યા મર્યાદિત હોય છે, જેના કારણે તેઓ રસ્તાઓ પર પોતાના વાહનો પાર્ક કરે છે, જેના કારણે નજીકમાં રહેતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.’
નવી પાર્કિંગ સિસ્ટમ શું છે?
ચેન્નાઈ યુનિફાઇડ મેટ્રોપોલિટન ઓથોરિટી ઑફ-સ્ટ્રીટ પાર્કિંગ પર નીતિ લાવવાની સાથે રહેણાંક પાર્કિંગ પરમિટ સિસ્ટમ રજૂ કરવાનું વિચારી રહી છે. આ સિસ્ટમ હેઠળ, પહોળા રસ્તાઓ પર પાર્કિંગની જગ્યાઓ લોટરી સિસ્ટમ દ્વારા લોકોને ફાળવવામાં આવશે. જે ઘરોમાં પાર્કિંગની જગ્યા છે તેમને આ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ જગ્યા લોકોને એક મહિના કે એક વર્ષ માટે ભાડે આપવામાં આવશે. નોંધનિય છે કે, હાલમાં વાહનોની સંખ્યા વધતા મોટા શહેરોમાં પાર્કિંગ પ્રશન વિકારાળ બન્યો છે.
આ ઉપરાંત જ્યાં ત્યાં પાર્કિંગ કરવાથી ટ્રાફીકની સમસ્યા પણ સર્જાય છે. જેના કારણે અન્ય લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે ચેન્નાઈમાં પાર્કિંગ અંગેની નવી પોલીસીના કારણે લોકોને ટ્રાફિકમાંથી આંશિક રાહત મળશે. જો આ પોલિસી સક્સેસ રહેશે તો આવનારા સમયમાં અન્ય શહેરમાં પણ આ નિયમો જોવા મળે તો નવાઈ નહીં.