આજકાલ વાળ ખરવાની સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે દરેકને ટાકલા થવાનો ડર રહે છે. લોકો અનેક પ્રકારની વાળ ખરવા માટે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે.
ઘણી વાર તો અનેક પ્રકારના મોંઘા હેર કેર પ્રોડક્ટ યુઝ કરવા છતાં પણ આપણને ફાયદો થતો નથી. ત્યારે આવા સમયે તમારા માટે ખુબ જ ઉપયોગી એવું, આ વસ્તુને તમારા વાળમાં નાખો, તો તમારી બધી હેરને લગતી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે.

આવા સમયે તમારા માટે એરંડાનું તેલ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડવું જોઈએ. તેથી આજે અમે તમને વાળ પર તેલ લગાવવાનો સાચો રીત બતાવવાના છીએ જેથી વાળ ખરવાનું બંધ થઈ જાય.
જો તમે વાળ ખરવા અને ન વધવાથી પરેશાન છો તો કાસ્ટર ઓઈલ આ સમસ્યાના ઉકેલ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ફેટી એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે વાળના મૂળોને મજબૂત બનાવે છે અને વાળ તૂટવાથી બચાવે છે.
વાળ ખરતા રોકે છે
એરંડાના તેલમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ, વિટામિન E, ઓમેગા-6 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્કાલ્પને પોષણ અને હાઇડ્રેટ રાખે છે. જ્યારે સ્કાલ્પ અને વાળ બંને પોષિત રહેશે તો વાળ ખરવાના પણ બંધ થઈ જશે.
એરંડાનું તેલ લગાવવાની સાચી રીત
એરંડાનું તેલ ભલે વાળ માટે ફાયદાકારક હોય પરંતુ તેને લગાવવાનો પણ એક સાચી રીત હોય છે, તેથી તેલ લગાવવાના પહેલા તમારી સ્કાલ્પ સાફ હોવી જોઈએ. તમે ઇચ્છો તો માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ શકો છો.
આ રીતે તેલ તૈયાર કરો
તમારે સીધા વાળ પર તેલ લગાવવું નથી, પરંતુ પહેલા તેને હળવા તાપ પર ગરમ કરો, જેથી તમને લગાવવામાં સરળતા થાય. ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ ન થાય નહીં તો સ્કાલ્પ ડેમેજ થઈ શકે છે.
વાળની મસાજ કરો
હૂંફાળું તેલ તમારી સ્કાલ્પ પર લગાવો અને 5 મિનિટ સુધી હળવા હાથ અને આંગળીઓની ટિપથી મસાજ કરો. આથી તેલ વાળની મૂળ સુધી જાય છે અને સ્કાલ્પ પર સારી રીતે શોષાય છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ક્યારે વાળ ધોવા
વાળ પર તેલ લગાવ્યા પછી 3-4 કલાક સુધી તેલ લાગેલું રહેવા દો. આથી તેલના ગુણોનો વધુમાં વધુ લાભ મળશે અને વાળ પોષિત થશે. સાથે-સાથે ઘરના બાકી કામ કરવા માટે તમે શાવર કેપ પહેરી શકો છો.
અઠવાડિયામાં 2-3 વાર કરો ઉપયોગ
સમય પૂરો થયા પછી તમે માઇલ્ડ શેમ્પૂની મદદથી વાળ ધોઈ લો. જો તમે તમારા વાળ ખરતા રોકવા માંગો છો તો અઠવાડિયામાં 2-3 વાર તમારા વાળ પર કાસ્ટર ઓઈલ લગાવો, જેથી તે ઓછા તૂટે અને હેલ્ધી પણ બને.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.