× Special Offer View Offer

EPFOના નવા નિયમો; હવે PF ખાતામાંથી 5,00,000 રૂપિયા ઉપાડી શકશો, ATM દ્વારા પણ…

WhatsApp Group Join Now

EPFO એ છેલ્લા કેટલાક વર્ષોમાં PF એકાઉન્ટ હોલ્ડર્સની સુવિધા માટે ઘણા પગલાં લીધાં છે, જેમાં એક પગલામાં એડવાન્સ ક્લેમ માટે ઓટો-સેટલમેન્ટ મોડની શરૂઆતનો સમાવેશ થાય છે.

ફરી એકવાર EPFO કરોડો સભ્યોને મોટી રાહત આપવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર PF વિડ્રોલની ઓટો સેટલમેન્ટ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવા જઈ રહ્યું છે.

તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં જણાવ્યું હતું કે 60% થી વધુ એડવાન્સ ક્લેમને હવે આ રીતે પ્રોસેસ કરવામાં આવે છે.

PF એકાઉન્ટથી ઉપાડી શકશો લાખ રૂપિયા સુધીની રકમ?

સૂત્રોએ ANI ને જણાવ્યું કે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ ગત અઠવાડિયે શ્રીનગરમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) ની 113મી બેઠકમાં મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મર્યાદામાં આ ફેરફારથી કરોડો મેમ્બર્સને મોટી રાહત મળશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ ભલામણ હવે મંજૂરી માટે CBT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી) પાસે જશે. એટલે કે, આ ભલામણને CBT તરફથી અંતિમ મંજૂરી મળતાની સાથે જ EPFO સભ્યો શિક્ષણ, લગ્ન, ઘર અને સારવાર માટે તેમના PF ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે.

હવે UPI અને ATM ના માધ્યમે પણ ઉપાડી શકશો PFના પૈસા

EPFO એક નવી સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે, હકીકતમાં ટૂંક સમયમાં UPI દ્વારા PF ઉપાડ શક્ય બનશે. ગત અઠવાડિયે, ડાવરાએ સંકેત આપ્યો હતો કે મંત્રાલયે NPCI ની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં, સભ્યો UPI અને ATM દ્વારા PF ના પૈસા ઉપાડી શકશે.

WhatsApp Group Join Now

Leave a Comment