Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો લાગુ, હવે બેદરકારી કરશો તો થશે દંડ…

WhatsApp Group Join Now

ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે FASTag સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

ફાસ્ટેગ માટે નવા નિયમો આજથી લાગુ થશે

આજથી એટલે કે સોમવારથી અમલમાં આવનારા નવા ફાસ્ટેગ નિયમો હેઠળ ઓછા બેલેન્સ, મોડા પેમેન્ટ્સ અથવા બ્લેકલિસ્ટેડ ટેગ ધરાવતા યુઝર્સ પાસેથી વધારાનો દંડ વસૂલવામાં આવશે. નવા નિયમો એવા યુઝર્સ અસર કરશે જેઓ ચુકવણીમાં વિલંબ કરે છે અથવા જેમના ટેગ બ્લેકલિસ્ટેડ છે.

જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે અને વાહન ટોલપ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી FASTag ઇનએક્ટિવ રહે છે તો ટ્રાન્જેક્શન રદ કરવામાં આવશે. સિસ્ટમ આવા પેમેન્ટ્સને નકારી કાઢશે.

તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.

વધુમાં ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કુલિંગ પીરિયડ તેમજ ટ્રાન્જેક્શન રિજેક્શન નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, જો વાહન ટોલ રીડરમાંથી પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્જેક્શન અપડેટ થાય છે તો FASTag યુઝર્સને વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે.

આ કિસ્સામાં યુઝર્સ 15 દિવસ પછી ફરિયાદ નોંધાવી શકશે.

અપડેટેડ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન માર્ગદર્શિકા અનુસાર, જો ટ્રાન્જેક્શનમાં વિલંબ થાય અને યુઝર્સના FASTag ખાતામાં પૂરતું બેલેન્સ હોય તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે.

જોકે, જો રકમ કાપવામાં આવે તો યુઝર્સ 15 દિવસ પછી ફરિયાદ નોંધાવી શકે છે. અગાઉ, યુઝર્સ ટોલ બૂથ પર તેમના FASTag રિચાર્જ કરી શકતા હતા અને પછી આગળ વધી શકતા હતા.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

FASTag વાપરતા યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા FASTag બેલેન્સ ચકાસણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે સોમવાર, 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે.

NPCIનો હેતુ ટોલ વ્યવહારોને વધુ સરળ, પારદર્શક અને છેતરપિંડીમુક્ત બનાવવાનો છે. આ નવા ફેરફારો વિશે વાહન માલિકોએ જાણવું જરૂરી છે, જેથી તેઓ મુશ્કેલી અને દંડથી બચી શકે.

WhatsApp Group Join Now

Leave a Comment