સરકારી યોજનાઓના લાભો મેળવવાથી લઈને બાળકના પ્રવેશ સુધી તમામ બાબતો માટે આધાર નંબર માગવામાં આવે છે. આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે.
આવી સ્થિતિમાં જો આધાર ખોટા હાથમાં જાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન ચેક કરી શકો છો કે તમારો આધાર નંબર ક્યારે અને ક્યાં વપરાયો છે. આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

આવી રીતે ચેક કરો
સૌ પ્રથમ તમારે આધાર વેબસાઇટ અથવા આ લિંક https://resident.uidai.gov.in પર જવું પડશે.
આધાર નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરવો
અહીં તમને Aadhaar Authentication History નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. અહીં તમારે આધાર નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરવો પડશે અને OTP મોકલો પર ક્લિક કરો.
OTP દાખલ કરો
આ પછી આધાર સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
તમામ માહિતી ભરવાની
આ પછી તમારે ઓથેન્ટિકેશન ટાઈપ અને ડેટ રેન્જ અને OTP સહિત તમામ માહિતી ભરવાની રહેશે.
એક લિસ્ટ દેખાશે
તમે વેરીફાઈ OTP પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક લિસ્ટ દેખાશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી હશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
દુરુપયોગ વિશે ફરિયાદ
તમે દુરુપયોગ વિશે ફરિયાદ કરી શકો છો જો રેકોર્ડ જોયા પછી તમને લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો.
તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા help@uidai.gov.in પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે uidai.gov.in/file-complaint પર ઑનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો.