IDFC FIRST બેંકે આજે જાહેરાત કરી છે કે તેને ભારત સરકારના સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) દ્વારા તેના વતી પેન્શન વિતરણ કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.
આનાથી બેંક કેન્દ્ર સરકારના પેન્શનરોને પેન્શનનું વિતરણ કરી શકશે, જેમાં ઓલ ઈન્ડિયા સર્વિસીસ અધિકારીઓ, ભૂતપૂર્વ સંસદસભ્યો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપરાષ્ટ્રપતિઓ અને નાગરિક મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓ (રેલ્વે, પોસ્ટ, ટેલિકોમ્યુનિકેશન અને સંરક્ષણ સિવાય)નો સમાવેશ થાય છે. પેન્શનરો હવે તેમનું પેન્શન સીધું તેમના IDFC FIRST બેંક બચત ખાતામાં મેળવી શકે છે.

ટેકનિકલ દૃષ્ટિકોણથી સીપીએઓ, જીઓઆઇ અને આઇડીએફસી ફસ્ટ બેંક વચ્ચેનું એકીકરણ પૂર્ણ થયું છે અને આવા પેન્શન વિતરણ માટે તૈયાર છે.
પેન્શનરો પેન્શન મેળવવા માટે તેમના જીવનસાથી સાથે સંયુક્ત રીતે IDFC FIRST બેંક બચત ખાતું પણ ખોલાવી શકે છે. પ્રાથમિક પેન્શનરનું મૃત્યુ થાય તો જીવનસાથીને તે જ ખાતામાં ફેમિલી પેન્શન મળવાનું ચાલુ રાખી શકાય છે.
આઇડીએફસી ફસ્ટ બેંક બચત ખાતામાં જ્યાં પેન્શન જમા કરવામાં આવશે તે નીચેના વિશેષાધિકારો સાથે આવે છે.
ડેબિટ કાર્ડ ઇશ્યુઅન્સ, IMPS, NEFT અને RTGS, ચેક બુક ઇશ્યુઅન્સ, ATM માંથી રોકડ ઉપાડ, શાખા રોકડ ઉપાડ અને ડિપોઝિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, SMS ચેતવણીઓ, આંતરરાષ્ટ્રીય ATM ચાર્જ જેવી બધી બચત ખાતા સેવાઓ પર શૂન્ય ફી બેંકિંગ – આવી 36 સેવાઓ,
- માસિક વ્યાજ ક્રેડિટ સાથે ઊંચા વ્યાજ દરો
- 60 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે ખાસ વરિષ્ઠ નાગરિક બચત ખાતાના લાભો, જે પ્રદાન કરે છે.
- સાયબર છેતરપિંડી સામે રક્ષણ માટે 2 લાખ રૂપિયાનું સાયબર વીમા કવરેજ
- અમર્યાદિત સલાહ સાથે એક વર્ષનું મેડીબડી હેલ્થ સબ્સ્ક્રિપ્શન
- શાખાઓમાં મફત ડોરસ્ટેપ બેંકિંગ અને પ્રાથમિકતા સેવા
- વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટના અકાળ ઉપાડ માટે શૂન્ય દંડ
- વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારાનું 0.5% વ્યાજ
આ વિકાસ પર બોલતા આઇડીએફસી ફસ્ટ બેંકના રિટેલ લાયેબિલિટીઝના કન્ટ્રી હેડ ચિન્મય ધોબલેએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમને આનંદ છે કે ભારત સરકારના આદરણીય સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) એ અમારી બેંકને કેન્દ્ર સરકારના પેન્શનરોને પેન્શન વિતરણ કરવા માટે અધિકૃત કરી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
એક સાર્વત્રિક બેંક તરીકે, અમારા ગ્રાહકોને સંપૂર્ણ શ્રેણીની સેવાઓ પૂરી પાડવાનો અમારો સતત પ્રયાસ છે. અમે કેન્દ્ર સરકારના પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શન મેળવવા અને ઉદ્યોગ-પ્રથમ લાભોનો આનંદ લેવા માટે IDFC FIRST બેંકની સુવિધાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.”
પેન્શન ખાતું ખોલવા માટે
સ્ટેપ 1: પેન્શનરે IDFC FIRST બેંક એકાઉન્ટ નંબર તેના એમ્પ્લોયર સાથે શેર કરવો જોઈએ.
સ્ટેપ 2: નોકરીદાતા સંબંધિત પગાર અને એકાઉન્ટ્સ ઓફિસ (PAO) સાથે ઔપચારિકતાઓ શરૂ કરે છે.
સ્ટેપ 3: PAO પેન્શન ચુકવણી ઓર્ડર જનરેટ કરે છે અને તેને CPAO ને મોકલે છે.
સ્ટેપ 4: મંજૂરી મળ્યા પછી CPAO માસિક વિતરણ માટે IDFC FIRST બેંક સાથે વિગતો શેર કરશે.










