ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી રૂપિયા 60માં મળતી આ એમ્પેગ્લિફ્લોઝીન (Empagliflozin) દવાની કિંમત રૂપિયા 9 પ્રતિ ટેબલેટ કરવામાં આવી છે. આ ફેરફાર 11મી માર્ચથી લાગૂ થશે. જેથી લાખો દર્દીઓને લાભ મળશે.
આ દવા ટાઈપ-2 ડાયાબિટીસ ઈલાજમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને હૃદય રોગ અને ક્રોનિક કિડની ડિસિસના જોખમને પણ ઓછું કરે છે. જોકે તેની ઊંચી કિંમતને લીધે તેને કોઈ અફોર્ડ કરી શકતુ ન હતું. હવે ભારતીય દવા કંપનીઓએ તેની કિંમત ઘટાડી છે, જેથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે.
કેવી રીતે થયો કિંમતમાં મોટો ઘટાડો?
હકીકતમાં અત્યાર સુધી આ દવા જર્મનીની ફાર્મા કંપની બોહરિંગર ઇંગેલહેમના પેટન્ટ હેઠળ હતી. પરંતુ તેની પેટન્ટ 11 માર્ચના રોજ પૂરી થઈ રહી છે, જેના કારણે ભારતીય કંપનીઓ તેને પોતાના બ્રાન્ડ નામ હેઠળ વેચી શકતી હતી.

હવે મેનકાઇન્ડ ફાર્મા, ટોરેન્ટ, અલ્કેમ, ડૉ. રેડ્ડીઝ અને લ્યુપિન જેવી અગ્રણી ભારતીય કંપનીઓ તેને ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવશે. ખાસ કરીને મેનકાઈન્ડ ફાર્માએ આ દવાના ભાવમાં 90% ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
Empagliflozin બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
Empagliflozin ટેબલેટ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૃદય રોગ અને કિડની નિષ્ફળતાનું જોખમ ઘટાડે છે. ડાયાબિટીસથી પીડિત કરોડો લોકોને આર્થિક રાહત મળશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ભારતમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. અને તેમાંથી મોટાભાગના લોકોને મોંઘી દવાઓ પર ભારે ખર્ચ કરવો પડે છે. આ ભાવ ઘટાડાથી દવાઓ પરનો તેમનો ખર્ચ ઘણો ઓછો થશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર
ભારતમાં ડાયાબિટીસની સારવારનો ખર્ચ ઊંચો હોવાથી ઘણા દર્દીઓ નિયમિતપણે દવાઓ લઈ શકતા ન હતા. આ નવી પહેલથી દવાની કિંમત એટલી ઘટી ગઈ છે કે હવે દરેક વ્યક્તિ તેને સરળતાથી ખરીદી શકશે.
કઈ કંપનીઓ આ સસ્તી દવા બનાવશે?
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે બોહરિંગર ઇન્ગેલહેમ પાસેથી એમ્પાગ્લિફ્લોઝિનના ત્રણ બ્રાન્ડેડ વર્ઝન હસ્તગત કર્યા છે. એવી જ રીતે મેનકાઇન્ડ ફાર્મા આ દવા USFDA-મંજૂર કાચા માલમાંથી બનાવી રહી છે, જેના કારણે તેની ગુણવત્તા પણ ઉચ્ચ સ્તરે રહેશે.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.










