જો સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે, તો વ્યક્તિએ ચાર્જર સાથે રાખવું પડે છે. કેટલાક લોકો આ સમસ્યાનો સામનો કરવા માટે પોતાની સાથે પાવર બેંક પણ રાખવાનું પસંદ કરે છે. ત્યારે હવે ગૂગલે સ્માર્ટફોનની બેટરી વધુ જલદી ઉતરી જવાનું કારણ જ જાહેર કરી દીધું છે.
ઇન્સ્ટાગ્રામને કારણે બેટરી ઝડપથી ખતમ થઈ રહી છે
ગુગલે પુષ્ટિ કરી છે કે ઇન્સ્ટાગ્રામ એપને કારણે એન્ડ્રોઇડ ડિવાઇસની બેટરી ઝડપથી ખતમ થઈ રહી હતી. છેલ્લા કેટલાક સમયથી એન્ડ્રોઇડ યુઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા કે તેમના ડિવાઇસમાં બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થઈ રહી છે.

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી વખતે અથવા જ્યારે એપ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હતી ત્યારે યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ઘણા લોકોએ રેડિટ, ટ્વિટર અને અન્ય પ્લેટફોર્મ પર આ સમસ્યા શેર કરી હતી.
આ પછી ગૂગલના એન્ડ્રોઇડ ડેવલપર ફોરમ પરના સત્તાવાર જવાબમાં પુષ્ટિ મળી હતી કે ઇન્સ્ટાગ્રામ એપ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં બેકગ્રાઉન્ડમાં વધુ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. આને કારણે CPU પરનો ભાર વધી રહ્યો હતો. જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ રહી હતી. આ સમસ્યાને વેકલોક સમસ્યા તરીકે ઓળખવામાં આવી હતી.
મેટાએ વપરાશકર્તાઓને સલાહ આપી
ગુગલની પુષ્ટિ પછી મેટાએ આ સમસ્યા સ્વીકારી છે. મેટાએ કહ્યું છે કે આવનારા અપડેટ્સમાં વપરાશકર્તાઓને આ સમસ્યાથી છુટકારો મળશે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કંપનીએ વપરાશકર્તાઓને Instagram ના લેટેસ્ટ વર્જનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઉપરાંત, જો જરૂર ન હોય તો તેને બેકગ્રાઉન્ડમાંથી દૂર કરો.