ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ જેવા જ હતા અને આવકો પણ મર્યાદીત હતી. ડુંગળીમાં અત્યારે નબળી ક્વોલિટી અને સારી ક્વોલિટીને વચ્ચેનો ગાળો વધી ગયો છે.
ડુંગળીના નીચામાં ભાવ રૂ. 150 છે તો ઉપરમાં રૂ. 950 સુધીનાં ભાવ ક્વોટ થાય છે. એવરેજ ડુંગળીની બજારમાં સરેરાશ બજારમાં મિશ્ર સ્થિતિ જોવા મળે તેવી સંભાવનાં જોવા મળી રહી છે.
ડુંગળીના વેપારીઓ કહે છેકે સાઉથમાં નવી ડુંગળીની આવકો આવશે એટલે ઉપરના લેવલથી ભાવ થોડા નીચા આવી શકે છે. અત્યારે
નબળો માલ સ્ટોકમાં પડેલો છે.
ધીમે ધીમે બહાર આવી રહ્યો હોવાથી તેના ભાવ નીચા ક્વોટ થાય છે. આગળ ઉપર ડુંગળીની બજારમાં મોટી તેજી હવે થાય તેવા સંજોગો દેખાતા નથી.
લાલ ડુંગળી Onion Price 01-10-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 30-09-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 901 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (30-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 301થી રૂ. 866 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 221થી રૂ. 866 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 01-10-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 30-09-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 225થી રૂ. 806 સુધીના બોલાયા હતા.
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 866થી રૂ. 731 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 01-10-2024):
તા. 30-09-2024, સોમવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 901 |
ગોંડલ | 301 | 866 |
જેતપુર | 221 | 866 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 01-10-2024):
તા. 30-09-2024, સોમવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 225 | 806 |
ગોંડલ | 866 | 731 |