ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે.
વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાએ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે.
ડુંગળી ભાવ રાજકોટ-ગોંડલમાં 50થી 70 કટ્ટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે. સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે અને હુબલીથી દક્ષિણ ગુજરાતનાં સેન્ટરમાં રોજની 5થી 10 ગાડીની આવકો થાય છે, જેને કારણે નાશીકના વેપારો ઘટી ગયા છે.
લાલ ડુંગળી Onion Price 08-10-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07-10-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 100થી રૂ. 881 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-10-2024 ના) મગફળીના બજાર ભાવ
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 911 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 921 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 08-10-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07-10-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 862 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 08-10-2024):
તા. 07-10-2024, સોમવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 100 | 881 |
ગોંડલ | 241 | 911 |
જેતપુર | 151 | 921 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 08-10-2024):
તા. 07-10-2024, સોમવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 862 |