ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.
ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીનાં રૂ. 750થી 850ની વચ્ચે ક્વોટ થાય છે. આ ભાવથી આગળ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો ભાવ સ્ટેબલ રહી શકે છે.
સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી અને બીજી તરફ નાફેડ પણ મોટા શહેરોમાં વેચાણ કરી રહી હોવાથી તેજીને બ્રેક લાગી છે અને ભાવ એક રેન્જમાં અથડાય રહ્યાં છે.
લાલ ડુંગળી Onion Price 21-09-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20-09-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 168થી રૂ. 922 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (19-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 351થી રૂ. 876 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 196થી રૂ. 801 સુધીના બોલાયા હતા.
વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 414થી રૂ. 926 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 531થી રૂ. 532 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 21-09-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20-09-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 522 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 21-09-2024):
તા. 20-09-2024, શુક્રવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 168 | 922 |
ગોંડલ | 351 | 876 |
જેતપુર | 196 | 801 |
વિસાવદર | 414 | 926 |
જસદણ | 531 | 532 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 21-09-2024):
તા. 20-09-2024, શુક્રવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 522 |