ડુંગળી ની બજારમાં ઉંટી સપાટીથી મણે રૂ. 50નો ઘટાડો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે અને આગામી દિવાળી બાદ નવી ડુંગળીની આવકો વધશે. તાજેતરમાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને નુકસાન થઈ શકે છે અને નવી આવકો પણ લેઈટ થાય તેવી સંભાવના છે.
ડુંગળી નો પાક હવે તૈયાર છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે. ગુજરાતમાં હાલ નવી ડુંગળીની થોડી-થોડી આવક થાય છે અને નબળા માલ રૂ. 250થી 400 વચ્ચે વેચાણ થાય છે, જ્યારે સારા માલના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
દિવાળી બાદ બજારમાં હજી બીજા રૂ. 100થી 200 પ્રતિ 20કિલો નીકળી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
લાલ ડુંગળી Onion Price 29-10-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28-10-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 260થી રૂ. 931 સુધીના બોલાયા હતા.
જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 230થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 271થી રૂ. 931 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (28-10-2024 ના) મગફળીના બજાર ભાવ
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 1066 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 466 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 29-10-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28-10-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 100થી રૂ. 878 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Onion Price 29-10-2024):
તા. 28-10-2024, સોમવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 260 | 931 |
ભાવનગર | 230 | 800 |
ગોંડલ | 271 | 931 |
જેતપુર | 121 | 1066 |
વિસાવદર | 250 | 466 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Onion Price 29-10-2024):
તા. 28-10-2024, સોમવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 100 | 878 |