Heart Disease: આ 5 અંગોમાં થતો દુઃખાવો હૃદય કમજોર હોવાની શરૂઆત, હાર્ટ એટેક આવે તે પહેલાં ચેતી જાવ…

WhatsApp Group Join Now

હૃદયની બીમારીનું સૌથી પહેલું લક્ષણ તમારાં પાચનતંત્રની આદતોમાં બદલાવ તરીકે જોવા મળે છે. આ સિવાય પણ કેટલાંક અંગોમાં અસામાન્ય દુઃખાવો પણ હૃદયરોગની નિશાની છે.

હૃદયની બીમારી કોઇ પણ સમયે જીવલેણ સાબિત થઇ શકે છે, તેથી જ શરૂઆતમાં જ તેની ઓળખ કરી લેવી જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ( WHO ) અનુસાર, પ્રતિ વર્ષ હાર્ટ ડિઝિઝના કારણે વિશ્વમાં 17.9 મિલિયન લોકોના મોત થાય છે.

હાર્ટ ડિઝિઝની પરેશાની સૌથી વધારે બ્લડના ખરાબ સર્ક્યુલેશનના કારણે થાય છે. જેની પાછળનું મુખ્ય કારણ ખાન-પાનની ખરાબ આદતો અને ગતિહિન લાઇફસ્ટાઇલ હોય છે. આ સિવાય હૃદયની બીમારી વારસાગત કારણોથી પણ થઇ શકે છે.

આનાથી બચવા માટે સંતુલિત અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવાની સાથે સાથે તેના લક્ષણોથી માહિતગાર હોવું પણ જરૂરી હોય છે. અહીં જાણો, હાર્ટ ડિઝિઝની શરૂઆતના સ્ટેજમાં કેવા અને કેટલા લક્ષણો જોવા મળે છે.

​છાતીની આસપાસ દુઃખાવો અને જડતા

માયો ક્લિનિક (Mayoclinic.org) અનુસાર, એન્ઝાઇના હૃદયમાં દુઃખાવાનો એક પ્રકાર છે, જે હાર્ટમાં બ્લડ ફ્લોની ઉણપની કારણે થાય છે. એન્ઝાઇના કોરોનરી આર્ટરી ડિઝિઝનું એક લક્ષણ છે, એન્ઝાઇનાનું દર્દ ઘણીવાર છાતીમાં જડતા, દબાણ, ભારેપણું અથવા તીવ્ર દુઃખાવાના તરીકે જોવા મળે છે.

​જડબા અને ગરદનમાં દર્દ

ક્લિવલેન્ડ ક્લિનિક (Cleveland Clinic) અનુસાર, હૃદયરોગના હુમલા દરમિયાન છાતીમાં દુઃખાવો કેન્દ્રિત થાય છે જે ઝડપથી ફેલાય છે. જો તમે જડબા અથવા ગરદનના ક્ષેત્રમાં પણ અસ્પષ્ટ દર્દનો અનુભવ કરી રહ્યા છો તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ના કરો. આ ડેન્ટલ પ્રોબ્લેમ અથવા ખોટી રીતે સૂવાના કારણે થાય છે આ સિવાય તે હાર્ટ ડિઝિઝનો પણ સંકેત હોય છે.

​બ્લોટિંગ અને ઉલટી

હૃદયની બીમારીથી ગ્રસિત મહિલાઓમાં બ્લોટિંગ, ઉલટી-ઉબકાંની સમસ્યા જોવા મળે છે. આ સ્થિતિમાં દર્દી બેચેની અનુભવે છે, છાતીમાં દર્દનો અનુભવ થતા પહેલાં તેને ઉલટી થવાની સંભાવના પણ થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

જો કે, આ સંકેત સ્પષ્ટ રીતે હૃદયરોગ સાથે જોડાયેલો નથી, પરંતુ મોટાંભાગે દર્દીઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. તેથી જ પેટમાં બેચેની જે સોજાના કારણે અથા ગેસના કારણે થતી હોય તો તેને નજરઅંદાજ ના કરો.

​સતત થાક

હૃદય સાથે જોડાયેલી સમસ્યાનો સ્પષ્ટ સંબંધ એ વાતથી પણ છે કે, આ દરમિયાન શરીરના અમુક હિસ્સામાં પર્યાપ્ત બ્લડ સપ્લાય નથી થતું. જેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને થાકનો અનુભવ થાય છે. તેથી જ જો તમને લાંબા સમય સુધી દેખીતા કારણ વગર સતત થાકનો અનુભવ થતો હોય તો ડોક્ટરની સલાહ લો.

​પગ સુન્ન થઇ જવા

પગમાં સુન્નતા હૃદયરોગનો સંકેત હોઇ શકે છે. આ પ્રકારના પગમાં દુઃખાવા જે ખાસ કરીને લેગ મૂવમેન્ટ અથવા ચાલતી વખતે અનુભવ થાય અને તમે બેઠા હોવ ત્યારે આ દર્દ જતુ રહે છે, તો તે પેરિફેરલ વસ્ક્યૂલર ડિઝિઝ (PVD)નો સંકેત પણ હોઇ શકે છે. આ સ્થિતિમાં ધમનીઓની અંદર ચરબી અથવા કોલેસ્ટ્રોલ જમા થઇ જાય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment