ટ્રાફિક નિયમોની અવગણના કરવી એ તમને મોંઘી પડી શકે છે. વાહન ચલાવવા માટે કેટલાક ચોક્કસ નિયમ હોય છે જેને ફોલો કરવાના હોય છે.
જો તમે વાહન ચલાવતા સમયે આ નિયમોનું ચોક્કસ પણે પાલન નથી કરતા તો તમે પણ ટ્રાફિક મેમોથી બચી નહીં શકો. આ માટે જ આજે તમારે ટ્રાફિકના એક અગત્યનો નિયમ જાણવો જરૂરી છે જેનાથી તમે મેમોથી બચી શક્શો.
નાનકડી બેદરકારીથી મેમો આવી શકે
વાહન ચલાવતી વખતે એક નાનકડી બેદરકારી તમને હજારો રૂપિયાનો ટ્રાફિક મેમો આવી શકે છે. ઘણી વખત જાણ્યે-અજાણ્યે વાહન ચલાવતા સમયે આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ જેના માટે પાછળથી પસ્તાવો કરવો પડે છે.

તમે વર્ષોથી ડ્રાઇવિંગ કરી રહ્યા છો, પરંતુ શું તમે જાણો છો કે જો સૂર્યાસ્ત પછી જો તમે આ રીતે વાહન ચલાવો છો મેમો આવી શકે છે?. સૂર્યાસ્ત પછી ડ્રાઇવિંગ કરતી વખતે તમારે કઈ ભૂલથી બચવું જોઈએ.
90 ટકા લોકો આ નિયમથી અજાણ
90 ટકા લોકો એવા હશે જેઓ અજાણ હશે કે જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવે છે તો દંડ થઈ શકે છે. મોટર વ્હીકલ એક્ટમાં ડ્રાઇવિંગને લગતો એક મહત્વપૂર્ણ નિયમ છે જે તમારા માટે જાણવો જરૂરી છે, જો તમે આ નિયમ નથી જાણતા તો તમને હજારો રૂપિયાનો દંડ થઈ શકે છે.
આજે અમે તમને જણાવીશું કે જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી લાઇટ વગર વાહન ચલાવે છે, તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ મેમો આપવામાં આવે છે.
આ સેક્શન હેઠલ મેમો આપવામાં આવે છે.
મોટર વ્હીકલ એક્ટની કલમ CMVR 105/177 હેઠળ, જો તમે સૂર્યાસ્ત પછી લાઇટ ચાલુ કર્યા વગર જ વાહન ચલાવો છો, તો ટ્રાફિક ચલણ આવી શકે છે. જો તમે આ વારંવાર ભૂલ કરો છો તો દંડની રકમ વધી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
શા માટે લાઈટ જરૂરી છે?
જો તમે સૂર્યાસ્ત પછી ડ્રાઇવિંગ કરતી વખતે તમારી હેડલાઇટ ચાલુ ન કરો, તો રોડ અકસ્માતની સંભાવના રહે છે. રસ્તા પર ઘણી જગ્યાઓ પર વચ્ચે કોઈ ડિવાઈડર નથી હોતી, આવી સ્થિતિમાં જો તમે હેડલાઈટ ચાલુ નહીં કરો તો તમે સામેથી આવતા વાહન સાથે અથડાઈ શકો છો.
આ ઉપરાંત હેડલાઇટ વગર સામેથી આવતી વ્યક્તિને ખબર નહીં પડે કે તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે આગળ વધી રહ્યા છો? અકસ્માતનું જોખમ ઘટાડવા માટે હેડલાઇટનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કાર ઉપરાંત બાઈકમાં પણ નિયમ લાગુ પડ છે.