× Special Offer View Offer

ઉનાળામાં દિવસભર ACની હવા ખાનાર લોકો સાવધાન! શરીરમાં થઈ શકે છે આ મોટો ફેરફાર…

WhatsApp Group Join Now

કઠોર ગરમીથી છુટકારો મેળવવા માટે ઘરોમાં એસી ચલાવવું એ આજે સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે સતત એસીમાં બેસીને તમે તમારા આરોગ્યને પણ બગાડી રહ્યા છો?

એસીનું તાપમાન માત્ર તમારા હાડકાં અને ફેફસાં માટે જ નુકસાનકારક નથી, પરંતુ એસીના કારણે આપનું શરીર આળસુ બની જાય છે અને વજન વધવાની ગતિ બમણી થાય છે.

એસીથી થતાં નુકસાન

ફિઝિકલ એક્ટિવિટીનો અંત

એરકન્ડીશન વાળુ વાતાવરણમાં સતત 4-5 કલાક બેસવું તમારા ફિઝિકલ એક્ટિવિટીને લગભગ ખતમ કરી નાખે છે. હકીકતમાં, એસીના કારણે બધા લોકો એક જ રૂમમાં બેસી રહે છે. જેના કારણે વજન વધવાનો ખતરો વધી જાય છે.

વધુ ખાવાની ટેવ

એરકન્ડીશન ના કારણે રૂમનું તાપમાન ઠંડુ અને આરામદાયક બની જાય છે. અને જ્યારે માણસ આરામ કરવા માટે બેસે છે ત્યારે તે પેટ ભરેલું હોવા છતાં પણ નાસ્તા જેવી વસ્તુઓ ખાવાની ઇચ્છા અનુભવે છે. પરિણામે વજન વધે છે.

મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે

કેટલીક સ્ટડી અનુસાર, લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં રહેવું, ભલે એ એસીનું તાપમાન હોય, શરીરના મેટાબોલિઝમને ધીમું કરી નાખે છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

શરીર કેલરી ખર્ચ કરતું નથી

જ્યારે શરીર એસીના તાપમાને લાંબા સમય સુધી રહે છે ત્યારે એક આરામદાયક તાપમાન વિકસિત થાય છે. જેના કારણે શરીર પોતાનું આંતરિક તાપમાન જાળવવા માટેની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે. જેના કારણે કેલરી ઓછી ખર્ચ થાય છે. આવા સમયમાં જો તમે વધુ ખાવા લાગો છો તો તમારું વજન વધે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

એસીના કારણે સીધું વજન ન વધે પણ એસીના કારણે બદલાયેલી જીવનશૈલીના કારણે વજન વધે છે. તેથી સંતુલિત આહાર સાથે એસીના ઉપયોગને ઘટાડવું ખૂબ જ જરૂરી છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment